________________
હે તપસ્વિમાં શિમણિ ! આ જગતમાં જે મનુષ્ય અત્યંત દુઃખથી પીડા પામે છે અને સૌભાગ્ય તથા ભાગ્યથી રહિત છે, તે બધાએમાં હું પહેલે હું એમ તમે મને જાણજે. જે જે કાર્યને માટે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તે તે કાર્ય સિદ્ધ થતું નથી. હું તૃષાથી પીડા પાપે હાઉં તો સમુદ્ર પણ મને પાણી આપતું નથી. જ્યારે અતિ નિભાંગી હું જાઉં છું ત્યારે વૃક્ષનાં ફળે, નદીઓનાં પાણી અને રેહણાચળ પર્વતનાં રને અદ્રશ્ય થઈ જાય છે. મારે ભાઈ નથી, પિતા નથી, સ્ત્રી નથી અને કોઈ પણ પરિવાર નથી, તે પણ હું મારૂં એક ઉદર ભરવાને પણ શકિતમાન નથી. શું કહું?” આ પ્રમાણે તેનું દીન વચન સાંભળીને તે માયાવી અધમ તાપસ પ્રેમથી અમૃતની જેવું વચન બોલ્યો કે-“હે ભદ્ર ! તું ખેદ ન કર. તારા પરાજયને તું ભૂલી જા. મને જેવાથી તારૂં સર્વ દુઃખ નાશ જ પામ્યું છે એમ હું જાણું. હું નિરંતર બીજાના ઉપકારના માટે જ ફરું છું. આ જગતમાં મારે કાંઈ પણ સ્વાર્થ નથી. શામાટે તું ગભરાય છે? કારણ કે આ વિશ્વમાં મેઘ વૃષ્ટિ કરે છે, સૂર્ય હમેશાં આકાશને પ્રોત કરે છે, ચંદ્ર શીતળતાને આપે છે, વૃક્ષો ફળ આપે છે, ચંદન વૃક્ષે ઉગે છે, સર્વ નદીઓ પાણીને વહે છે અને વાયુ વાય છે, એ જેમ પરોપકાર માટે જ કરે છે તે જ પ્રમાણે તુષ્ટિ કરનારા પુરૂષો પણ બીજાના ઉપકારને માટે જ ફરે છે. આ સર્વ સત્પરૂષનું જ લક્ષણ છે. તું મારી સાથે ચાલ. સિંહલદ્વીપની ખાણમાં ઉત્પન્ન થયેલાં ઘણાં રને તને આપીશ.”
આ પ્રમાણે ત્રિદંડીનું વચન સાંભળીને તે તેની સાથે ચાલ્યો, કેમકે ઋષિ-મુનિનો વેષ પ્રાણીઓને તત્કાળ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એ મુદ્રાના ખર્ચ વડે ઉત્તમ ભાતું લઈને તે બને હર્ષથી કેટલેક દિવસે રત્નની ખાણે પહોંચ્યા. ત્યાં કૃષ્ણપક્ષની