________________
( ૧૧ )
66
નમ્ર થઈ ગુરૂના ચરણકમળમાં પ્રણામ કર્યાં. કપટના એક નિધાનરૂપ તે જટિલે શિષ્યને પૂછ્યું કે હે વત્સ ! તુ હમણાં કયાંથી આવે છે? તે કહે. ” જાગલ ખેલ્યા કે હૈ સ્વામી ! હું સારાષ્ટ્ર દેશમાં ગયા હતા. ત્યાં શત્રુંજય તીર્થ અને ઉજ્જયંત ( ગિરનાર ) ગિરિ ઉપર શ્રી જિનેશ્વરની દિવ્ય કાંતિવાળી પ્રતિમાઓને ચ દનાદિકવડે પૂજીને હું અહીં આપના દર્શન કરવા આવ્યેા છું. મારી જેવા કાઈ સામાન્ય પુરૂષ એ બન્ને તીર્થના પ્રભાવ કહેવા સમર્થ નથી. આપની પાસે હું શું કહું ? તે અન્ને તીર્થના પરિપૂર્ણ મહિમા જાણવાને કાઈ પણ મનુષ્ય સમર્થ નથી. માત્ર ત્રણ લેાકની સ્થિતિને જાણનાર એક કેવળી જ તે જાણી શકે છે. તે તીર્થની સેવા કરવાથી પ્રાણીઓને આ ભવ અને પરભવ સંબંધી સુખ પ્રાપ્ત થાય છે, તેમાં પ્રથમ હું ઉજયંત ગિરિનો પ્રભાવ કાંઇક કહું છું કે જેના આરાધનમાત્રે કરીને જ પ્રાણી અશાશ્ર્ચંદ્રની જેમ નિર્મળ કીર્તિ, કાંતિ અને કળાને તથા પરભવે સ્વર્ગની સ’પદ્માને પણ પામે છે. તે આ પ્રમાણે—
ચંપા નગરીને વિષે અશાચ નામે એક નિન ક્ષત્રિય હતા. તે પરોપકાર કરવામાં તત્પર અને ઘરનું કાર્ય કરવામાં વિરક્ત હતા. એકદા ખેદ પામેલા તે ચાતરફ ફરતા હતા, તેવામાં તેણે દયાળુ એવા જૈન મુનિને જોયા. તેમને વિનયથી નમસ્કાર કરી તેણે પૂછ્યું કે હું મુનીશ્વરા !
ઘણા દુર્ભાગ્યથી પીડા પામેલા છું, તેથી તેના નિવારણના જો કાંઇ ઉપાય આપ જાણતા હા તા કૃપા કરીને મને જલદી કહેા. ” ત્યારે તે તપસ્વીએ બાલ્યા કે હે વત્સ ! સાંભળ. આ પ્રમાદી જીવ કર્મના બળથી નિર્મળ થઇને આ સંસારસાગરમાં ભમે છે. તે કર્મને અન્યથા કરવા કોઈ પણ મનુષ્ણુ સમર્થ નથી, તે કર્મસંકલ્પવિકલ્પથી આત્માને અત્યંત