________________
( ૧૨ ) પડે છે. કમી વિપાકને ભગવ્યા વિના કે શુદ્ધ ભાવથી રેવતગિરિને સેવ્યા વિના જીવ કર્મરૂપી પાશથી મૂકાત નથી.” આ પ્રમાણે મુનિઓનું વચન સાંભળીને શુદ્ધ ભક્તિ સહિત મનની અભિલાષાએ કરીને તે અશોકચંદ્ર રેવતકગિરિ ઉપર ગયા. ત્યાં મનની વૃત્તિને સ્થિર કરી તેણે તપ કરવા માંડ્યો. કેટલેક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબિકા દેવી તુષ્ટ મનવાળી થઈને તેની પાસે આવી અને સ્પર્શમાત્ર કરવાથી જ લેતું સુવર્ણ થઈ જાય એવો એક મણિ તેને આપે. તે મણિ લઈને તે ઉત્સુકતાથી પોતાના નગરમાં આવ્યું. પછી દ્રવ્યની સહાયથી તે ઘણું માણસે રાખી, રાજ્ય મેળવી પુણ્યના
ગથી વિવિધ પ્રકારના ભેગ ભોગવવા લાગ્યું કેમકે ઉપાજેન કરેલો પુણ્યનો સમૂહ શું શું સુખ ઉત્પન્ન ન કરે ? હવે એકદા તે બુદ્ધિમાન અશોકચંદ્ર ચિત્તમાં વિચાર કરવા લાગ્યું કે “ હું આ રાજ્યલક્ષમીને પામીને પ્રમાદી થયે છું તેથી મને ધિક્કાર છે, કારણ કે જેના પ્રભાવથી મને રાજ્યાદિક સંપદા પ્રાપ્ત થઈ છે, તે દેવીનું મેં કઈ વખત સ્મરણ પણ કર્યું નહીં અને પાપબુદ્ધિવાળા મેં તેને નમસ્કાર પણ કર્યો નથી.” આ પ્રમાણે વિચારી શુદ્ધ આત્માવાળો તે રાજા સર્વ સામગ્રી એકઠી કરી ઘણા માણસો સહિત તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં દાન દેતો તે રાજા સંઘ અને સ્વજન સહિત કેટલેક દિવસે શત્રુંજય ગિરિ ઉપર આવ્યું. ત્યાં શ્રી આદિનાથની યથાવિધિ પૂજા કરીને પછી તે લક્ષ્મીવડે સુશોભિત અને શુભકારક એવા રૈવતકગિરિ ઉપર આવ્યો. ત્યાં ગજેન્દ્રપદ વિગેરે કુંડેના પવિત્ર જળમાં સ્નાન કરી તેણે વિધિપૂર્વક શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી ભકિતના ભારથી નમ્ર થયેલા તે રાજાએ જગતની માતારૂપ અંબિકા દેવીની વિવિધ પ્રકારનાં પુષ્પ અને પાદિકવડે પૂજા કરી,