________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
દેવાના નથી. તે પછી જલસા કરી લેવા દો ને ભૈસાબ ! આપણે ચા હોકા-સિગરેટ હાથે બાંધી જવાના છી?” એમ પિતાની ફિલસૂફી સમજાવતા નિર્દોષ બાળકની જેમ મુક્ત મને ખડખડાટ હસી પડ્યા. એ દશ્ય તો આજે ય મારા સ્મૃતિપટ પર એવું ને એવું જ અંકાયેલું પડયું છે.
મરીને ય લોકજીભે જીવી ગયા તા. ૨૨ ફેબ્રુઆરી '૭૭ના રોજ “કાગબાપુએ આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી છે. એમને પાર્થિવ દેહ આપણી વચ્ચે નથી પણ કાગવાણી'ની અમર રચનાઓ તેઓ પાછળ મૂકી ગયા છે. આકાશવાણીએ એમના કંઠનું કરેલું ૬૫ કલાકનું રેકોર્ડિંગ આજે સાહિત્યની મહામૂલી મૂડીરૂપ બની રહ્યું છે એ આપણા માટે નાનું સૂનું આશ્વાસન નથી. કવિ મરીને પણ લેકજીભે અમર બની ગયા છે. એમના દુહા જ આજ જાણે અશ્રુભીની આંખે એમને અંજલિ આપી રહ્યા છે.
મીઠપવાળા માનવી, જગ છેડી જાશે ‘કાગ’ એમની કાણુ, ઘર ઘર મંડાશે.” (૬)
ભવલગ ભુલાશે નહી, સૂતા મર સમસાણ કાગ' કાયમ કણ, મીઠા માનવીઓ તણી.”(૭)
કંઠ, કહેણીના માલમી
શ્રી મેરુભા મેઘાણંદ ગઢવી સને ૧૯૨૭માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું હતું. એ અરસામાં શારદા' માસિકના ઉત્સાહી તંત્રી અને લોકસાહિત્યના ભેખધારી શ્રી ગોકુલદાસ રાયચુરા, સૌરાષ્ટ્રના નિરક્ષર સાક્ષર તરીકે જેમની ગણના થતી હતી તે સુપ્રસિદ્ધ લેકવાર્તાકાર મેઘાણંદ ખેંગાર ગઢવીને લઈ આવ્યા હતા. એ વખતે એમની સાથે એકવીસ વર્ષની યુવાનીના ઉંબરે અલપઝલપ કરતે એક લવરમૂછિયે જુવાનિયો આવેલ. કાર્યક્રમ પ્રસંગે કેડિયું, ચોરણો
ને માથે પાઘડીનું મોટું ફીંડલ મૂકીને બેઠેલા જુવાનિયાના ભરાવદાર મેં પર તરવરતા ભાવોને નીરખીને શ્રી મોતીભાઈ અમીને રાયચુરાને પૂછયું :
માળો આ જુવાનિયો કોણ?” “મેઘાણંદ ગઢવીના દીકરા મેરુભા.” ‘ત મેરુભા ડાયરામાં કંઈ બોલે છે કે નઈ?”
ટૂકડા બેસીને આ વાત સાંભળતા મેરુભાના મેં પર ક્ષોભની છાયા ફરી વળી. રાયચુરાએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં પિતા ભણી આંગણી ચીંધી ધરતી માથે નજર ઢાળીને એ બોલ્યા :
‘હું બાપુની હાજરીમાં ગાતો નથી.'
મેઘાણંદ ગઢવીને કાને વાત આવી એટલે એમણે દાઢીના થોભિયા પર હાથ પસરાવતાં પસરાવતાં આજ્ઞા આપી :
મેરુભા ! આજ ડુંક થાવા દે. બધાને બઉ આગ્રહ છે.’
પ...ણ... બા...!!'
ઈમાં બાપુ શું ? મોરનાં ઈંડાંને ભલા આદમી ચીતરવાનાં થોડાં જ હોય ?
પિતા-બાપુને હુકમ થતાં જુવાનિયે લેભના સઘળ બંધનો ફગાવી દઈ ને ભાવનગરના રાજકવિ પીંગળશી પાતાભાઈએ રચેલ રાધાકૃષ્ણની બારમાસીને ત્રિભંગી છંદ પહાડી અવાજે ઉપાડો :
કહુ માસ કાતી, તિય મદમાતી, દીપ લગાતી, રંગરાતી મંદિર મહેલાતી, સબે સુહાતી મેં ડર ખાતી, ઝઝકાતી બિરહે જલ જાતી, નીંદ ન આતી લખી ન પાની મેરારી ! કહે રાધે પ્યારી, હું બલિહારી ગેકુળ આવે, ગિરધારી ! જી! ગોકુળ આવો ગિરધારી.” (૮)
આ કAિI કપ રમૂર્તિ-
1