________________
સંભારણા
^^^^^
^^^
^^^
એમની વાણીમાં ગજવેલ જેવી તાકાત હતી. એમની રજૂઆતમાં સમુંદર જેવું અતલ ઊંડાણ હતું.
પુરસ્કાર સ્વ. રવીન્દ્રનાથ ટાગોરને “ગીતાંજલિ” માટે પારિતોષિક પ્રાપ્ત થયેલું. તેમાંથી દેશની વિવિધ ભાષાનાં ઉત્તમ કાવ્યોને ઈનામો આપવા માટેની એક વેજના આકાર પામેલી. ત્યારે ભાવનગરના માજી દીવાન અનંતરાય પટ્ટણીએ કવિ “કાગ’ રચિત પ્રકૃતિવર્ણનનું અદ્ભુત ઋતુગીત “આવો આવો એકલધાર, આવો આવો મૂશળધાર રે...સાગરના જાયા ક્યારે આવશે ?” એનો અંગ્રેજી ભાવાનુવાદ કરીને એકલી આપેલ. એ ગીત સર્વોત્તમ ઠરતાં ‘કાગ’ બાપુને બાવીસ રતલ ચાંદીની ગાય પારિતોષિકરૂપે પ્રાપ્ત થઈ. ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની વિશુદ્ધ પરંપરાને અખંડ રીતે વહેતી રાખનાર કવિ “કાગને ભારત સરકારે સને ૧૯૬૫માં પદ્મશ્રીનો ઈલકાબ એનાયત કરીને એમનું બહુમાન કર્યું હતું.
ગુજરાતના સાક્ષરોને સન્માન્યા સૂરજની જેમ સ્વયં તેજે પ્રકાશનાર કવિનાં આતિથ્ય, ઉદારતા અને દિલાવરીને જે જડવો મુશ્કેલ છે. સને ૧૯૬૩માં જ્યારે એમની કીતિને દેશમાં ડંકો વાગતા હતા ત્યારે આ સરસ્વતીપુત્રે ગુજરાતભરના ૨૫૦ જેટલા લેખક, કવિઓ અને સાક્ષરોને મજાદરમાં પિતાને આંગણે નેતર્યા, સન્માન્યા અને સાહિત્યનો અનેરો ઉત્સવ ઊજવ્યો. ત્રણ ત્રણ દિવસ લાગલગાટ બાજરાના ઊનાના રોટલા, તાજી છાશનું માખણ, શેડકઢા દૂધ અને પકવાન જમાડ્યાં. સાવરકુંડલાના વણકરોને તે એમણે છ મહિના મોર્ય સંદેશ મોકલી આપેલ કે ‘તમારાથી વણાય એટલા ધાબળા વણીને મને સડસડાટ
પોગારવા માંડે.’ વિદાય વેળાએ હાજર રહેનાર સૌને એકેક ધાબળાની ભેટ આપી, કાઠિયાવાડની મહેમાન ગતિને પરિચય કરાવ્યો. ગુણવંતરાય આચાર્ય, કરસનદાસ માણેક અને આપા હમીર જેઓ ત્યાં નહીં જઈ શકેલા તેમને પ્રેમપૂર્વક યાદ કરીને એમના ઘેર ધાબળા પહોંચતા કરેલા.
છઠ્ઠની સાતમ નથી કરી દેવાના અમદાવાદમાં કાગ'બાપુને અવારનવાર આવવાનું બનતું. એ વખતે એમને ઉતારે એમના શિષ્ય શ્રી રતિકુમાર વ્યાસને ત્યાં રહેતો. ત્યાં ઉમાશંકરભાઈ ધૂમકેતુ, જયભિખુ, ગુણવંતરાય આચાર્ય જેવા નામી અને અસંખ્ય અનામી લેખકે, અધિકારીઓ, લેકસાહિત્યના રસિયા અને ચાહકો “કાગ” બાપુને આદરપૂર્વક મળવા જતા. શ્રી રતિકુમારનું ઘર એ પ્રસંગે માનવમહેરામણથી હાંફવા માંડતું. આ પ્રસંગને તો હું અનેકવાર સાક્ષી રહ્યો છું.
સને ૧૯૭૩માં ભગતબાપુ છેલ્લી વાર અમદાવાદ આવેલા. એ ક્ષયરોગથી સંપૂર્ણપણે ઘેરાઈ ગયા હતા. સારવાર કરતા ડોકટરોએ એમને મીઠાઈ ને હોકાસિગરેટ પીવાની બંધી કરેલી. એ વખતે હું મારાં નવાં પ્રકાશન “આપણા કસબીઓ” વિશે એમની સાથે વાત કરતે હતું ત્યાં બાપુએ ગજવામાંથી સિગરેટ કાઢીને સળગાવી ત્યારે રતિકુમારભાઈ મીઠો ઠપકો આપતા બેલ્યા :
બાપુ! ડોકટરે હોકા-સિગરેટ બંધ કરાવ્યાં છે. તમે કાં કઈ વાતે સમજે નઇ ભૈસાબ ? તમારા શરીર સામું તે જુવો. કેવા સૂકાઈને સલો વળી ગયા છો?”
ત્યારે કાગ બાપુએ હસતાં હસતાં કહ્યું : જાદવભાઈ! તમે આ રતિલને કાંક હમજો ને! મારો વાલે મને ધરઈને સિગરેટેય નથી પીવા દેતે. ધણીએ જે ધાર્યું હશે ઈમાં સળી સરખોય કેર પડવાને નથી. છઠ્ઠની સાતમ કોઈ દાકતરે ય કરી
|w:Inત કર
કવિશ્રી દુલા કાગ ઋતિ-ગુંથ કાપી