________________
જીવન
ઊતરી. એ કહે કે, આ તે રચાણ લાગે છે.” એની પાછળથી શોધખોળ ચાલી. છેવટે એમાં સાચું એમ નીકળ્યું કે એ દુહા વિકટર તાબે ડોળિયા ગામના કવિ અને ભક્તરાજ શ્રી ગીગા રાવળે પાછળથી રચેલા છે, હજુ સુધી એ સમજાતું નથી કે એ દુહા પાછળથી રચાણા, એમ એમણે શા પરથી ક૯યું હશે?
રસધારની વાત એ છે ચારણોની વાર્તાના ફોટા છે, વેવલાં લખાણ નથી. સાથે સાથે ચારણે ઘેલા થઈ સાંભળે, એવી એ વાર્તા માંડી શકતા હતા. હજુ સુધી ચારણી ઢબની વાર્તા અન્ય કવિઓ માંડી શકતા નથી.
અખિલ હિંદ ચારણ સંમેલન સંવત ૧૯૯૪માં રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું હતું. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સિંધ, થરાદ્રી, માળવા, મેવાડ, મારવાડ અને મધ્ય પ્રાંતના સુકવિઓ અને વાર્તાકાર મળેલા. એક ચારણ બેઠો હોય, તે પણ વાત કરવાનો અન્ય માણસોને સંકેચ થાય, એને બદલે એવા પાંચસો ચારણ ત્યાં મળ્યા હતા અને એમાં ઘણા તે કવિરાજે હતા; એમની વચ્ચે, બધાના આગ્રહથી, એ વામન પણ વિરાટ સમો માનવી માંચડા પર ઊભે થયે. એની કસુંબલ તૃપ્ત અને રિધીયલ કેરીની ફાડ જેવી આંખ સભાને ખૂણે ખૂણે, આડીઅવળી ફેરવી અને મારવાડી ગીતથી શરૂ કર્યું. મોરલા સામા હોંકારા દેવા મંડયા. રાજકોટ ગાંધનગર સમું બની ગયું. મેદનીનાં હૈયેહૈયાં દળાવા મંડ્યાં. બરાબર પણ બે કલાક કેઈએ હોકાની ઘૂંટ પણ ન ખેંચી; હોકા ઓલવાઈ ગયા !
લીંબડી કવિરાજ શ્રી શંકરદાનજી તે ઊભા થઈ એમને ભેટી પડયા. હસવા લાગ્યા કે, “મેઘાણી ! કળજુગ આવ્ય લાગે છે. એ સિવાય કાંઈ વાણિયો
ગાય અને પાંચ સે ચારણે ચૂપચાપ સાંભળે, એ બને ખરું ?”
મેઘાણીએ કહ્યું, “મુરબી ! આ તો આપનું જ છે. હું તે ચારણોને ટપાલી છું, બધે પહોંચાડું છું.”
“રસધારની વાતો - એમનાં લોકગીતે વિષે લખવું એ નકામું, એમ હું માનું છું. એમણે કબરે બેદી કાઢી, મૈયતોને ઉઠાવ્યાં અને જિવાડવાં. એમણે મસાણેમસાણ જગાડ્યાં. કાળી રાતે મસાણમાં સાદ પાડડ્યા. મુરદાંઓએ હોંકારા દીધા. હજારો પ્રેતને એમણે કપડાં પહેરાવ્યાં. એ પ્રેત નથી, નીચા નથી, લુચ્ચા અને હરામખેર નથી, એમ સાબિત કરી જગતના ચેકમાં ઊભાં રાખ્યાં. માણસોએ કબૂલ કર્યું કે, હા, એ સાચાં માણસ છે.
“રાણો અને કુંવર', “વીકઈ અને કમો', ‘સૂરજની સાખે’, ‘ઓળીપો” એવી ઘણી ઘણી વાતો રસધારમાં લખી. આ બધી સોરઠી જીવનની વાત. કહેવાતા શિષ્ટ અને સારા વર્ગના માણસો વચ્ચે એવી વાતો બેલાતી જ નહિ. દુહા કે ગીતો ગવાતાં નહિ. એ બધું હલકું સાહિત્ય લેખાતું.
આપણા બધાના આવા જૂઠા અન્યાયથી બળીને ઓલાયેલા એ સાચેસાચા માનવીઓને એમણે પિતાની કલમનું અમૃત જળ છાંટી બેઠા કર્યા, સજીવન કર્યા.
ધૂળમાં ખોવાઈ ગયેલ જૂના માણસોની એમણે ઓળખાણ આપી. એટલે હું એમને ધૂળધોયાની ઉપમા આપું છું. પોતે ધૂળ ફાકીને સાચું તેનું આપણને આપતા ગયા.
ડાકુ, રાક્ષસ, નરાધમ, નાલાયક, ફાંસીને માંચડે લટકવા યોગ્ય, એવા એવા હલકામાં હલકા શબ્દો બહારવટિયાને લગાડવામાં ખૂટી ગયેલા. એમણે કલમના પ્રયોગથી એ બધા આત્માને જીભ આપી
જી. કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કાચી
દુલા કાગ-૧