________________
૨૧૨
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સંત વિનોબા આત્માની જીભથી બેલી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે, “આકાશ, પૃથ્વી, તેજ, જળ અને વાયુ-પંચભૂતોને કોઈ માલિક ન હોય. સૂયે ખારા પાણીને સમુદ્રમાંથી ખેંચીને મીઠાં બનાવ્યાં અને મધને સંપ્યાં. મેધે પ્રાણીઓનાં જીવન માટે તે જળને વરસાવ્યાં. એ પાણી ભરીને મનુષ્ય ગોળામાં નાખ્યાં. એની કંઈ પણ કિંમત આપી નથી, માટે હાંડો ને ગાગર એ ભલે તમારાં હોય, પણ એ પાણી કોઈની મિલકત નથી. હે માનવીઓ! દિવાસળીને સંધરેલા અગ્નિ કે જામગરીમાં પડતે તણખો ક્યાંથી આવે છે ? એની માલિકી કોની છે ? ચૂલામાં ભારેલા અગ્નિ એ પણ તમારો નથી. કારણ કે તમે એને સ્પર્શ પણ કરી શકતાં નથી. આ તે જીવન જીવવા માટેની ઈશ્વરી બક્ષિસ છે. હા, તમારી માલિકી રાખ પર હોય તેમ બને ખરું. ચેતરફ વંડે બનાવીને મોટી ડેલી મૂકીને તમે એમ નક્કી કર્યું કે, ફળિયાની અંદર રહેલું આકાશ તે તમારી માલિકીનું છે. પણ એ ભ્રમ છે, કારણ કે જીવન જીવવા સિવાય એ આકાશને તમે કંઈ ઉપયોગ કરી શકતા નથી. એટલે કે તમારો કબજો તમે આકાશમાં કર્યો છે અને તમે આકાશ કબજામાં લાવ્યા છો, એ વાત મિથ્યા છે. હે માનવીઓ! દોરી અને પંખા દ્વારા પવન મેળવવાની તમે ગોઠવણ કરી એ બધી ચતુરાઈ અને હોશિયારી તમારી છે, એ વાતને હું કબૂલ કરું છું. પણ તમે પવનના માલિક નથી. તમે પવનના ખરેખર માલિક છે, તે તમારા શ્વાસમાં આવતા પવનને પાંચ-સાત મિનિટ હૃદયમાં રોકી રાખો, તો જ તમારો માલિકી હક સાબિત થાય. પણ એ માલિકી હક પુરવાર કરવામાં રખેને પવન ભેળો પવન ન વળી જાય (મૃત્યુ ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. આકાશ, પૃથ્વી, તેજ, વાયુ-એ બધાં તત્ત્વ પ્રાણીએને જીવાડવા માટે છે, એમનો માલિક ભગવાન છે, કૃત્રિમ વીજળી વગેરે સાધને બીજાને આપીએ છીએ, ત્યારે એનું વળતર લઈએ છીએ, તેમ પ્રકાશ, વરસાદ અને પવન જેવી અમૂલ્ય વસ્તુઓ વાપરવાની કિંમત જો ઈશ્વર માંગે, તે કેટલી થાય? પણ આવી અમૂલ્ય વસ્તુઓ આપનાર -આવા દીનદયાળ ભગવાનની બક્ષિસે જેવી વસ્તુઓ માથે માલિકી હક જમાવવો, એ કેટલું ભયંકર છે ? તેનો વિચાર કર્યો ? ધરતીને ધણી તે ભગવાન છે. અને ધરતી એ પ્રાણીઓની માતા છે. એનું ધાવણ ધવાય, પણ એના ધણી ન થવાય.” અવતારી પુરુષ વિનોબાજી પુકારી રહ્યા છે કે:-“ભામકા સૌની સૈયારી.”
(ભેજા ભગત ના ચાબખાને – હીંચને - રાગ) આ બાવો અવતારી...ઓળખો ...આ બા અવતારી... ભાખે છે એ તે “ધરણી નથી તમારી’ ..ઓળખો ...ટેક દરિયે દીધાં...સૂરજે લીધાં..મેઘે વરસાવ્યાં વારી...(૨), એ...ગોળમાં નાખ્યાં...નથી તમારા ગાગર ભલે હોય તમારી
ઓળખજો...૧ કેની દિવાસળી ? કેના દેવતા ? ક્યાંથી આવી ચિનગારી ?...(૨), એ.. ભારે અગ્નિ...નથી તમારો...ભભૂતિ ભલે હોય તમારી
ઓળખજો...૨
થી એ કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
,