________________
- ૧૮૭
૩.
કાગવાણી કોટિ કોસ વે'તા કરો, ધરણી જળ ન ધરાય; નીર મેઘ વરસ્યું નહિ, ભૂમિ તૃપ્ત નવ થાય. જેમ શ્રેષ્ઠ નખતર શશિ, રુદ્ર શ્રેષ્ઠ શિવરાય. તેમ મંત્ર અરુ તત્ત્વમાં, ગુરુવર શ્રેષ્ઠ ગણાય. જેમ શ્રેષ્ઠ સુર સુરપતિ, સરિતા સુરસરી શ્રેષ્ઠ તેમ મંત્ર અરુ તત્ત્વમાં, ગુરુ-આખર દુહિ જે. પરમાનંદ ગુરુ રૂપ હૈ, નિત આનંદ નિરવાણ; મુક્તાનંદ ગુરુ તત્ત્વ મહ, ક્ષમા દયા ધન ખાણ.
૫
ભેળીઆળી
(દાદાજીને માંડવો...એ રાગ) ભેળીઆળી તારાં ભામણાં ! માડી, તારાં વારણાં લઉં વીશ ભુજવાળી રે...ભેળીઆળી ટેક. માડી, કૈક કઠાનાં પડેલાં ખાલી કેડિયાં, માડી, એમાં દીવડાની જગવી તે જોત રે...ભેળીઆળી ૦ ૧ માડી, તેં તે ઉજજડ ઉઘાડયા જૂના એરડા, માડી, એને રૂદિયે વસાવ્યા સીતારામ રે...ભેળીઆળી ૦ ૨ માડી, એવા ભવના ભૂલેલા એદી આતમા, માડી, એને ખોળલે ખેલાવી પંથડાં ચીંધ્યા રે...ભેળીઆળી ૦ ૩ માડી, તે તે ખારાં ખેતરડાંને ખેડિયાં, માડી, એમાં લીલીયું મોલાતું લે જાય રે...ભેળીઆળી - ૪ માડી, તારે ધીંગા ઘમળા રે ધેરી ધસરે, માડી, તારાં ખેતરડાં કુડિયાના કાળજાં જેવાં રે...ભેળીઆળી - ૫ માડી, તારાં ગોરસડાં ઉજળાં કરણી સંતની, માડી, તારાં વલણ ઘૂઘવે રે પેલે પાર રે...ભેળીઆળી ૦ ૬ માડી, તારાં સબદ મોતીડાં મોંઘાં મૂલનાં, એને કોઈ બાંધશો નહિ કામળની કરે રે...ભેળીઆળી છે ૭ માડી, તારી દયાને દીવડો રે છવડો ‘કાગ’ને, કોઈના કેડાને અજવાળી ઓલવાઈ જાય રે...ભેળીઆળી ૦ ૮
(((((( કuિશ્રી દુલા કાગ. સ્મૃતિ-alથી)))))