________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
રત્ન ગયું રળાઈ
| (છાય) નાચે આજ નગરાજ: હિમાલય પીગળી હા, ધ્રુએ છાંડી ધીર: સમંદર હલકી ચાલ્યો; થિર પવનચત થાયઃ રવિ રથ ખેંચી રાખ્યો,
થથયું નભ થથરાટઃ નિસાસો વિઘા નાખે; ભયભીત બની માતૃભૂમિઃ વારિ નયન વરસાવીઓ. કવિ કાગ દુલે સ્વર્ગે જતાં “કાન” ગજબ મોટે થયો...૧
શારદ થઈ સુમશામ: એક નવ બોલ ઉચ્ચારે, પુત્ર જતાં પરલેક: આંખથી આંસુ સારે; રન ગયું રોળાઈ ન પામું કેઈ ઉપાયે,
હૈયું રહે ન હાથઃ પતી અધરે પાયે; બરબાદ જીવન મારું બધું કવિ કાગ દુલ્લે કર્યું. “કવિ કાન” મયુર વાહિનીએ ઉગ્ર સુદનને આદર્યું...૨
રડવા લાગ્યા રાગ: ઢાળ પણ પડિયા ઢીલા, કવિ સિધાવ્યા કાગ: સમેટી જીવન લીલા; આપી રૂડે એપ: લોક સન્મુખ લડાવ્યા,
ગળા મીઠાશે ગાઈ રસિકને ખૂબ રડાવ્યા, થઈ એકમેક અમથી અને કલાક્ષેત્ર હાંસલ કર્યું. - “કવિ કાન” માન શરણે બધું: કાગ કલાધરને ધયું”...૩
ગયું મહાગુજરાતઃ તણું અણમોલ ઘરાણું, ગયો કવિતા પ્રાણઃ ગયું પૂછથી ઠેકાણું ગયો જ્ઞાતિ શિરમોડઃ ગયું જુનવાણી નાણું,
ગયો ગુણ ભંડારઃ પ્રતીક એ ગયું પુરાણું; તત્ત્વજ્ઞ જ્ઞાન ચિંતક ગયો. જે થયો મજાદર થાનકે. ફુલ ખર્યું ફોરમ રહી ગદગદીત કંઠ “કવિ કાન” કે...૪
-કવિ “કાન