________________
સ્મરણાંજલિ
૧૩૯
વરસોથી હું બાપુજીના દર્શન માટે ઝંખના કરતા હતા, તે ધૂળમાં મળી ગઈ. ગયા અઠવાડિયામાં લેસ્ટરથી ટપાલ હતી. તેમાં લખ્યું હતું કે તમો બાપુજીને જઈને મળી આવ્યા કે નહિ ? પણ હું કિસ્મતને જ ભાંગેલે એટલે કાંઈ થયું નહિ, અને મારી આશા મારા મનમાં રહી ગઈ. હું મરીશ ત્યાં સુધી મારાથી આ ભુલાશે નહિ. વ્યારા
-છોટાલાલ
અને, એકલા ચારણે જ શું કામ ? બીજા હજારો લાખોનાં હૃદયોને ડોલાવનાર, કરોડોના જીવનને સ્પશી જનાર એમની કવિતા દ્વારા અને એમની અનેકવિધ શક્તિઓ દ્વારા એમણે ભારતવર્ષની પ્રજાને જે આપ્યું છે, તે કોણ આપી શકે ? એમને જતું રહેવું લાખાને દુઃખદાયક બન્યું છે. કણેરી
-પિંગળશી પાયક
હવે, અમુક વખત તો જાણે સૂનકાર વ્યાપી ગયા જેવું લાગશે. માત્ર તમને જ નહિ, પણ સમસ્ત લોકજીવનમાં જ્યાં જ્યાં તેમની અસર છે ત્યાં સર્વત્ર એવું લાગશે. પરંતુ ધીમે ધીમે એમની અપરંપાર સ્મૃતિઓ અને કૃતિઓ દ્વારા એમના જીવંત સંપર્કને અનુભવ સૌ કેઈને થવા માંડશે. અને તેનો ઘણા લાંબા વખત સુધી પણ અંત નહિ આવે. અમદાવાદ
–વજુભાઈ શાહ
સાહિત્યસૃષ્ટિનો ભાસ્કર અસ્ત થયે. જીવનભર મા સરસ્વતી ભગવતીની સંનિષ્ઠ સેવા કરી સાહિત્યના સર્વતોમુખી દષ્ટા બન્યા. રામાયણ, મહાભારત અને ભાગવતની કઠિન કથાઓ શબ્દ ને સ્વરમાં સરળ બનાવી લેકકંઠે વહેતી કરી. મુંબઈ
–દેવેન્દ્રવિજય
સાચા અર્થ માં તેઓશ્રીએ કહૃદયમાં અમરતા પ્રાપ્ત કરી છે. તેમની વાણી એ જ સારાયે ગુજ. રાતની જનતા માટે હમેશનું મીઠું સંભારણું છે. અમદાવાદ –ઠાકરભાઈ પી, અમીન
ચારણ જ્ઞાતિએ એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. તેમની જ્ઞાતિ પ્રત્યેની લાગણી અજોડ હતી. તેઓએ ચારણી સાહિત્ય અને લોકસાહિત્યમાં નવા પ્રાણ પૂર્યા છે. બોટાદ
–વિજયકરણ કવિ
બાપુ જતાં આપણી જ્ઞાતિને મહાન સીતાર આથમી ગયો. એમના ઉગવા સાથે ચારણજાતિના ભાગ્યનો ઉદય થયેલું અને એમણે આથમવાની તૈયારી કરી ત્યાં ચારણુજાતિની ઉન્નતિ પણ આથમી જવા લાગી. પૂ. આઈમા તથા ભગતબાપુ રૂપી સૂર્યચંદ્રથી ચારણ જાતિનું આકાશ સદા પ્રકાશિત રહેતું. અત્યારે તે ઘોર અંધારું થયું છે.
વિ = વીર દુ = દુહાને રચનાર-ગાનાર લાં = લાડીલે ભા = ભાતીગળ જીવનવાળે યા = યાદગાર ચારણ કવિ કા = કામણગારો કંઠ ધરાવનાર
ગ = ગયે (સુવાસ પાથરીને) મુંબઈ
–વજુભાઈ ઉપાધ્યાય
કuિી દુખા કાગ સ્મૃતિ-ડાંથAD