________________
૧૩૮
તેમની વાતા સાંભળી કોઈ અન્ય લેાકમાં સ્વૈરવિહાર કરી આવ્યાના આનંદ, મસ્તી અને સંતોષ મળતા. નાની-મોટી વાતામાં પણ સાહિત્યના ગંજ ભરેલા હોય તેમ લાગતુ. આજે તો દુકાળ પડી ગયા.
બીજા દુકાળ તો થોડા વખત ચાલે પણ આ દુકાળ તો યુગ યુગ સુધી ચાલશે. કોઈ દૈવી અમી. વર્ષાં યુગાના અ ંતે થાય ત્યારે કદાચ દુકાળ એ ગળે.
તેમના મનની મેટાઈ અને છતાં નાના સાથે નાના થઈ કાલાંધેલાં એલી સૌનાં મન જીતવાની કળા અનેાખી હતી.
સિહાર
—ભાગીલાલ લાલાણી
*
કવિશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ અવસાન પામ્યા એ ‘મુંબઈ સમાચાર'માં વાંચી મનને અતિ દુઃખ થયું. કારણ કે હજી ‘કાગવાણી’ના ભાગ ૧-૨ મારી પાસે છે. બીજા મંગાવવાની ત્રેવડમાં હતા તે મારા વહાલા ભક્તરાજ ચાલ્યા ગયા. જીવનમાં એક આશાનું કિરણ હતું કે ભક્તરાજનાં દર્શીન કરવા મળે તો સારું જીવન ધન્ય ધન્ય થાય. પરંતુ મા અન્નપૂર્ણાને કબૂલ નહિ હાય.
—પટેલ કાંતિલાલ ખેતાભાઈ ભેાજાણી
નાગપુર-૮
*
કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ
મહેસાણા }-૩–'૭૭
*
*
*
ભગતબાપુ વાત્સલ્યમૂતિ હતા. ભગતબાપુ કાવ્યનું વહેતુ નિર હતા. ભગતબાપુ સરસ્વતી માતાના પનેાતા પુત્ર હતા. ભગતબાપુ અંતરદૃષ્ટા હતા, અંતર્મુખી હતા. ભગતબાપુ મહાન વિદ્વાન અને નમ્રતામૂતિ હતા. ભગતબાપુ મહાકવિ, મહાભક્ત, મહામાનવ હતા. —જી. ડી. વ્યાસ
*
*
બાપુ ગયા તેથી તમને જ નહિ, સારી આલમને ખોટ પડી છે. મારા ઉપર બાપુને અત્યંત પ્રેમ હતા. છેલ્લાં મળી ન શકયો એને વસવસા જિંદગીભર રહેશે. હજી પરમ દિવસે જ બહારગામમાં વસતા મિત્રામાં બાપુનું ગીત ‘રાવણે રામનુ રૂપ લીધું’ એનેા ભાવ હુ સમજાવતા હતા અને માણતા હતા.
બાપુના જવાથી મારા જીવનને એક સુંદર પ્રકાશ-કણ અદૃશ્ય થઈ ગયા. પણ હુંય હવે એશીને આરે બેઠા હું એટલે એમને મળવા જવામાં બહુ વાર નહિ લાગે !
ગિલ્લુભાઈ કોટક
મુંબઈ
૫-૩-૭૭
*
કાગ બાપુના નિધનથી ગુજરાતે એને પ્રથમ કોટિના ભક્તકવિ, લેાકકવિ ખાયા છે. એ એમની ખોટ ન પૂરાય તેવી છે.
અમદાવાદ.
*
—દક્ષિણકુમાર જોષી અને ધૂમકેતુ પરિવારના સહુ
*
તેમના જવાથી તમારા કુટુંબને જ નહિ, આપણા આખા સમાજને ભારે માટી ખેાટ પડી છે. તેમણે આપણા સાહિત્યની અને બીજી અનેક રીતે આપણા સમાજની સેવા કરી છે. અમારા જેવા લાખો લોકોના હૃદયમાં તેમને અવાજ 'મેશને માટે ગુજતા રહેશે. તેમણે આપેલા સાહિત્યવારસા તે અમર જ રહેશે.
કલકત્તા
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
-મંગળદાસ સઘવી