________________
કેવી રીતે વિચારતા કરે છે તેનાં દૃષ્ટાંતો પણ સુંદર રીતે આલેખ્યાં છે. અને આલેખનમાં પૂજ્યશ્રીએ સાહજિકતાથી તેના ઉકેલ પણ આપીને વાચકને ખરા અર્થમાં માર્ગદર્શિત કર્યો છે. અને કર્તાપણાના ભારથી પણ એટલી જ સહજતાથી તેઓ મુકત રહ્યા છે, રહી શકયા છે. કારણ કે સંસારની અસરતાથી તેઓ પરિચિત છે. નામની ભ્રમણાથી તેઓ મુકત છે. પૂજ્યશ્રી તો “નામી'ના લીલાચિંતનનેજ માણી રહ્યા હોય એવો પણ ક્યાંક પડઘો સંભળાય છે.
આવા આચાર્ય ભગવંત પાસેથી જીવનને સમજવાની ચાવીરૂપી શબ્દોનો મહાપ્રસાદ મળે એનાથી વધુ શ્રાવકના શું ભાગ્ય હોય? દરેક વાંચી શકતા, વાંચતા સાધકે, ભાવકે વારંવાર વાંચીને મનન કરવા યોગ્ય પુસ્તક એટલે પૂજયશ્રીનું “ધર્મતત્ત્વચિંતન', આવું હું મારી અનુભૂતિના આધારે ચોક્કસ અને પ્રમાણિકપણે કહી શકું.
મારે પુસ્તક વિશે કંઈક લખવું એવું સાહેબે સૂચન કર્યું ત્યારે પૂજ્યશ્રીની મારી પર કેટલી કરુણાદષ્ટિ છે તે અનુભવ્યું અને થયું કે આવા વિરલા સંતની અમીદષ્ટિ હોય, કૃપા હોય તો ગધેડા ઉપર પણ અંબાડી શોભી ઊઠે. મારી પાસે પુસ્તક વિશે લખાવીને સાહેબે એ પણ સાબિત કરી દીધું છે. હું ખૂબજ પ્રેમ, ભક્તિ અને આદર સાથે પૂજ્યશ્રીને વંદન કરીને ફરી કહું છું કે આ પુસ્તક વાંચતા મને કબીરજીના અનુભૂતિના શબ્દો સાર્થક થતા લાગ્યા :
કહત કબીર આનંદ ભયો છે બાજત અનહદ ઢોલ..
પૂજય નેમિસૂરિદાદા તથા સકળ આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજનાં ચરણે શત શત વંદન કરૂં છું.
રાજુ દવે 04-08-2010
મુંબઈ