________________
ગુરુતત્ત્વ સ્વયં મંગલસ્વરૂપ અને મંગલકારી હોય છે. એવા ગુરુપદે પ્રતિષ્ઠિત મહાપુરુષોનું હૃદય પણ નિત્ય-નિરંતર સર્વના મંગલની જ કામના કરતું રહે છે. શરણાગત, આશ્રિત, શિષ્યનું મંગલ કેમ થાય તેની જ ખેવના આ ગુરુઓ કરતાં રહે છે. પૂજ્યપાદ નન્દનસૂરિજી મહારાજનો જેમને થોડો પણ અનુભવ હશે તેને ખ્યાલ હશે જ કે એમના મુહૂર્તમાં, એમના વાસક્ષેપમાં, એમના માંગલિકમાં અને એમની કરુણામય - વત્સલ અમીદ્રષ્ટિમાં કેટલું પ્રબળ - પ્રચંડ માંગલ્ય છલકાતું રહેતું હતું.
ઉપરથી ક્વચિત્ કઠોર - કડક ભાસે, ડરાવી - ધ્રુજાવી મૂકે તેવો તાપ પણ અનુભવાય. પણ ભીતરનો ભાવ અનુભવો તો દ્રાક્ષના કોમળ ગર્ભ કરતાંય વધુ મધુરતા નીતરતી હોય અને શ્રીફળના જળ કરતાંય અટેકરી શીતળતા વર્તતી હોય. એમની - ગુરુઓની કઠોરતા પણ તેમની બહુઆયામી કરુણાનું જ એક રૂપ હોય છે, એ સત્ય જેને નથી સમજાતું, તેના માટે, ગુરુ મળ્યા છતાં પણ, ગુરુની અતુકી કૃપા પામવાનું દોહ્યલું જ બની જાય છે.
સંયમપાલન માટે, જ્ઞાન - સ્વાધ્યાય વેળાએ, જીવનના રૂડા ઘડતર અંગે, અત્યંત કઠોર દીસતા ગુરુ પણ, શિષ્યના – આશ્રિતના હિતની કેટલી ચિંતા સેવતા હોય છે ! એણે બરાબર આહારાદિ કર્યા કે નહિ? તેની તબિયત બરાબર જળવાય છે કે કેમ? એને કોઈ પજવતું તો નથી ને? એને પહેરવા - પાથરવા વગેરેનાં ઉપકરણોની તકલીફ તો નથી ને? આવી આવી હજારો પ્રકારની કાળજી, ગુરુ, બારીક નજરે લેતાં જ રહે છે જ – અને એમાં ક્યાંય, ક્યારે પણ, થોડીક ગરબડ જણાય તો તેમનું ચિત્ત વાત્સલ્યનું માર્યું આકુળ વ્યાકુળ થઈ જતું હોય છે. ગુરુની આવી કાળજીની છાયા મળતી હોય તો, તેમની કઠોરતા પણ મંજૂર, આવું જ શિષ્ય સ્વીકારી શકે, તે ન્યાલ થઈ જાય ! કમનસીબે, ગુરુ દ્વારા લેવાતી અનંત મૂંગી કાળજીને સમજવાને બદલે તેમની હિતકર કઠોરતાને જ સતત યાદ રાખે – વાગોળે અને રીબાયા કરે, એવા આત્માઓ જ બહુધા જોવા મળે છે.
પૂજ્ય નંદનસૂરિ મ. કહેતાં કે “મોટા મહારાજ (સૂરિસમ્રાટ) અમને દંડાસણથી અને ઘડાના દોરા વડે ખૂબ મારતા, ભણવામાં કે પાલનમાં આઘાપાછા થઈએ તો માર પડે. પણ એમનો એ માર ખાધો છે, કઠોર અને આકરાં વેણ વેક્યાં છે, તો આજે પાટે બેસવાને લાયક બન્યા છીએ.” આ વચનોમાં સમર્પિત શિષ્યને