________________
મહત્ત્વનો અને અનિવાર્યપણે આવશ્યક ગુણ મનાયો છે.
આ ગુણ જેમ જેમ વધતો – વિકસતો જાય તેમ તેમ ભવચક્ર ઘટતું જાય. ભવચક્ર જેમ વધુ તેમ આ ગુણ નબળો. ભવચક્ર જેમ ઘટે તેમ આ ગુણ વિકસે. સંયમ મળવા છતાં સંસાર ભારે છે કે ઓછો, તે જાણવાનો આ શાસ્ત્ર-નિર્દિષ્ટ માપદંડ છે. જ્ઞાની ન હોય તો પણ તેમના શાસ્ત્રવચન દ્વારા આવી પરીક્ષા થઈ જ શકે, અને જવાબ મેળવવો હોય તો મેળવી શકાય પણ ખરો.
ઉત્તમ અથવા હળુકર્મી જીવની એક ઝંખના હોય કે કેમ જલ્દી મારું ભવચક્ર સમાપ્ત થાય? આ ઝંખના એને ઝડપભેર આત્મવિકાસના માર્ગે આગળ લઈ જાય, જે ક્રમે ક્રમે તેને સિદ્ધચક્રમાં સ્થાન પમાડી આપે છે. અત્યારે તો દ્રવ્યથી તેમાં સ્થાન, કદાચ, મળ્યું પણ હોય, પણ ભાવથી અને વાસ્તવિક સ્થાન ક્યારે મળે, તે જ તેવા જીવની તમન્ના હોય.
આ તમન્ના હોવાનો અહેસાસ પણ તેના બાહરી વર્તન અને તેની ભીતરી પરિણિત દ્વારા જ સાંપડી શકે છે. આ બન્ને વાનાં આપણાં સુધરે, તેટલી ભાવના તથા તે દિશાની મહેનત આપણે હવે આદરવાની છે.
(મહા-૨૦૬૪)
ધર્મચિન્તન