SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું હૈયું નકારાત્મક વલણોથી સતત બચી જતું હોય. પર્યુષણનો આટલો સંદેશ ઝીલી લઈએ, તો પછી આપણે Positive thinking શીખવાડતી બજાર હાટડીઓના દુષ્યક્રમાં ફસાવું નહિ પડે. બીજી વાત, વર્તમાન સમય ભયાનક વિષમતાનો સમય છે. કુદરતી હોનારતો, મોંઘવારી, દુષ્કાળ, અનાવૃષ્ટિ, માનવસર્જિત સ્વાઈન ફલૂ જેવી કૃત્રિમ મહામારીઓ, અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ - આખા જગતમાં આ બધા જ રાક્ષસો એકી સાથે કામ પર લાગી ગયા છે. જો હવે વરસાદ નહિ આવે તો આ દેશ ભયાનક સંકટોમાં ગરક થઈ જવાનો છે. રાજ્યસત્તા સંભાળાતો વર્ગ આવાં સંકટો વધારવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છે. સંકટ નિવારવાના નામે તેમના દ્વારા લેવાતું એકે એક પગલું, રાષ્ટ્ર અને પ્રજાનાં સંકટ વધારનારું છે. એમના વિષે ફરિયાદ કરવાનો કોઈ જ અર્થ નથી. એ કરતાં તો આવા સમયમાં આપણા જેવા સામાન્ય જને જે કામ કરવા જેવું છે તે જ કરીએ. કરવા જેવું કામ એક જ છે : પ્રાર્થના. જગત પર વરસી રહેલાં અને વરસનારાં કષ્ટો અને સંકટોને જોઈને – કલ્પના કરીને જેનું હૈયું કરુણાથી ભીનું ભીનું બની જાય છે, દ્રવી ઉઠે છે, તેવા સાચુકલા હૈયામાંથી ઉઠતી પ્રાર્થનાની ચીસ, મારા ભગવાન અચૂક સાંભળે છે - સાંભળશે જ. આપણે કરવાની પ્રાર્થના એક જ છેઃ (‘શિવમસ્તુ સર્વજગતઃ') – જગત આખાના તમામ જીવો, પ્રાણીઓ સુખી થાવ! કોઈનેય દુઃખ ન હો ! પરમકરુણાવંત પરમાત્માની અક્ષય કરુણાની અનરાધાર અમીવર્ષા જીવમાત્ર ઉપર વરસો, અને તેના પ્રભાવે અવૃષ્ટિ - દુષ્કાળ – મોંઘારત અને બીજી અનેક અનેક વિટમણાઓ સંપૂર્ણપણે ટળી જાય, વરસાદ તથા સુકાળથી જગત છલકાઈ ઉઠો ! સાચો આર્તનાદ જોઈએ, સાથે આંબેલનું તપ જોઈએ, સાથે મોટો સમૂહ - શક્ય એટલો ભેગો થઈ એક અવાજે આ પ્રાર્થના કરવો જોઈએ. ભગવાનને કૃપા છાંટ્યા સિવાય નહિ ચાલે, અને પેલા રાક્ષસો તથા તેના પ્રણેતાઓ – ચાટ પડશે, પડશે અને પડશે જ. તો ચાલો, આ પર્યુષણ પર્વ દરમ્યાન આ બન્ને કામો આપણે ભલી ભાતે કરીએ : સૌના મિત્ર બનીએ, સૌને મિત્ર બનાવીએ, અને પરમાત્માને પ્રાર્થના કરીએ. (ભાદરવો-૨૦૦૫) - ૨૮૮ પર્યુષણ
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy