________________
થોડાક સેંકડો કે થોડાક હજાર રૂપિયા પણ ફાળવવાની તસ્દી લીધી ખરી? પાટ ઉપરથી પ્રેરણા પણ ભાગ્યે જ મળી હોય, ટ્રસ્ટીઓને આવા કાર્ય માટે ભાવના પણ થવાના ચાન્સિસ નહિવતુ, અને ચડાવવાની ચડસમાં ઉછળતા ભાવિકોને તો આવી કોઈ દરકાર ન જ હોય, એ તો ઉપરથી જેવી પ્રેરણા મળે તેમ ચાલે. સવાલ આપણી અનુકંપાનો છે. જરૂર ન હોય ત્યાં અને ત્યારે, લાખોનાં ખડકલો કરી દેનારા આપણે, ભગવાને ચીંધેલી અનુકંપા આચરવાનો અવસર આવે ત્યારે, આટલા બધા ભૂલકણા અથવા બેદરકાર કેમ બની જતાં હશું?
પર્યુષણા એ માત્ર મૈત્રી અને ક્ષમાનું જ પર્વ છે એવું નથી, એ અનુકંપાનું પણ એવું જ મહાપર્વ છે, એ વાત આપણને જેટલી વહેલી અને વધુ યાદ આવશે, તેટલી આપણી મૈત્રીભાવના વધુ નિખરી આવશે, એ નક્કી.
સૌનું કલ્યાણ ઈચ્છીએ, અને આસપાસના કોઈ એકાદ બેનું થાય એટલું ભલું કરવા દ્વારા એ ઇચ્છાને જીવંત બનાવીએ.
(આસો-૨૦૬૪)
પર્યુષણ
I