________________
૫૧
આપણો દેશ ઋતુચક્ર પ્રમાણે જીવવા ટેવાયેલો અને કેળવાયેલો છે. પરંપરાથી આપણે ત્યાં વર્ષમાં છ ઋતુઓનું ચક્ર ચાલતું રહે છે. દરેક ઋતુના પોતાના. ખાસ ફળ હોય છે, ફૂલ હોય છે, શાકભાજી પણ હોય છે. જેની જે
તુ હોય તેમાં જ તે પાકે, અને તેમાં જ તેનો ઉપયોગ થાય. તે સિવાયની ઋતુમાં જો તે ફળ-ફૂલ-શાક પાકે તો તેને કમોસમી ગણવામાં આવે અને તેનો ઉપયોગ પણ ન થાય. જેમ ચોમાસાના સમય સિવાય વરસાદ પડે તેને કમોસમી માવઠું ગણાય છે, અને તે માવઠું પાક બગાડે છે. તેની જેમ જ, પોતાની ઋતુ ન હોય ત્યારે પાતાં ફળાદિ કમોસમી અને તેથી જ આરોગ્ય માટે જોખમી ગણાય.
કેરીના મ્હોર મહામાં બેસે. ફાગણમાં કાચી કેરી આવે. ચૈત્રમાં તે પાકે. એ પછી જેઠ-અષાઢમાં વરસાદનો સમય થતાં જ કેરીમાં બગાડ શરૂ થઈ જાય. વરસાદ પડતાં જ તેનો રસ વિચલિત થઈ જાય અને તેમાં સંમૂર્ણિમ ત્રસ જીવોઇયળ વ.ની ઉત્પત્તિ પણ થઈ શકે. આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આપણાં પૂર્વ-મહાપુરુષોએ ફાગણ વદથી આર્કા સુધીનો સમયગાળો કેરી માટે માન્ય ગણ્યો છે.
હવે પંજાબ વગેરે અન્ય પ્રદેશોમાં કેરી આદ્ન પછીના સમયમાં પણ પાકે છે તેમ સંભળાય છે. તો વિજ્ઞાનની શોધના પ્રતાપે વિકસાવેલ ખેતી-પદ્ધતિમાં તો બારે મહિના કેરીનો પાક લઈ શકાતો જોવા-જાણવા મળે છે. અને ખાદ્ય પદાર્થોનો ધંધો કરનારા તો કોલ્ડ સ્ટોરેજ વગેરેના માધ્યમથી કરીને તથા તેના રસને (તથા અન્ય વિવિધ ફળો તેમજ ખાદ્ય પદાર્થોને) છ-આઠ મહિના સુધી પણ જાળવી જાણે છે. કેરીના રસના એર-ટાઈટ ડબ્બા તો હમેશાં ઉપલબ્ધ હોય છે જ. આ બધાનો લાભ લઈને ચોમાસામાં કે માગશરમાં પણ રસ-પૂરી આરોગી શકાય છે, અને તે આરોગવામાં કશો બાધ ન હોવાની પણ કેટલાકોની દલીલો હોય છે. એક દલીલ એવી પણ થાય છે કે ફાગણ પહેલાં, કાર્તકમાં કેરી ના વપરાય તેવું સૂચવતો કોઈ શાસ્ત્રપાઠ નથી મળતો, એટલે વાપરી શકાય.
મને લાગે છે કે, આ બધી વાતો, જીભના રસને પોષવા માટે બહુ કામ લાગે તેવી છે. જેને ત્યાગરસને પોષવો છે, તેમ જ આરોગ્યની જેને કાળજી હોય છે, તે તો કુદરતની આમન્યા બરોબર પાળે છે અને મહાપુરુષોની આચરેલી, કુદરતને અનુરૂપ પ્રથાને તે ક્યારેય ઓળંગતો નથી. શાસ્ત્ર પાઠવાળી દલીલ પણ, જેઓ પોતાની સઘળી ચર્યા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આચરતા હોય તેમને
ધામિક