________________
૪૧
હું ટેકવું છું નાથ ! મસ્તકે મારું તુજ પદ-પીઠ પર તારી ચરણરજ વરસવા દે હે વિભો ! તેના ઉપર
એ ચરણરજ ચિરકાળ માટે થઈ રહો મારે શિરે તારી કૃપાથી દેવ ! મારા પુણ્યનો પરમાણુ - કણ..
પરમાત્માની ચરણરજ... ઉખાડે પાપ-રજ વિક્રમની નવમી સદીમાં બપ્પભટ્ટસૂરિ નામે એક મહાન જૈનાચાર્ય થઈ ગયા. એમની વિદ્યા, ચારિત્ર, જ્ઞાન અને સાધના એવાં અનુપમ હતાં કે કાન્યકુબ્ધ (કનોજ) પ્રદેશનો રાજા આમ તેમનો પરમ મિત્ર અને પરમ ભક્ત બની રહ્યો હતો. રાજાના અપાર મમત્વને કારણે ગુરુએ પોતાના ગુરુ મહારાજને તેમજ પોતાના મૂળભૂત વિહારક્ષેત્ર-ગુજરાતને છોડીને કાન્યકુન્જમાં રહેવું પડતું. પરંતુ તેમના સતત સહવાસનું સુખદ પરિણામ એ આવ્યું કે, રાજા શ્રદ્ધાવંત જિનધર્મી શ્રાવક બન્યો, અને જિનશાસનની ઘણી ઘણી પ્રભાવના વર્ષો સુધી થઈ.
એ સમયમાં ગૌડ દેશમાં એક જગવિખ્યાત પંડિત થઈ ગયા. મહાકવિ વાક્પતિ એમનું નામ. બપ્પભટ્ટસૂરિ ગુરુના એ પરમ સ્નેહી, મિત્ર. એ કવિરાજ ઘડપણમાં ત્રિદંડી સંન્યાસ સ્વીકાર્યો અને મથુરામાં પોતાનું શેષ જીવન વીતાવવાનું ગોઠવ્યું. આ વાતની જાણ થતાં આમ રાજાએ ગુરુને ટકોર કરીઃ તમારામાં અન્યને ધર્મ પમાડવાની અદ્દભુત શક્તિ છે. તમે મને પણ શ્રાવક બનાવી દીધો છે. પરંતુ તમારી એ આવડતની પ્રશંસા હું ત્યારે જ કરું જ્યારે તમે આ બ્રાહ્મણસંન્યાસી કવિ વાકપતિને સમક્તિ અને જૈન ધર્મ પમાડશો. એવા મનુષ્યને ધર્મ પમાડવામાં જ તમારી ક્ષમતાની કસોટી, બાકી કશું નહિ.
ગુરુએ આ પડકાર ઝીલી લીધો. કહ્યું: વાક્ષતિને ધર્મ પમાડું, તો જ મારી વિદ્યા સાચી માનજો. આ પછી ગુરુએ વિના વિલંબે વિહાર આદર્યો, અને મથુરા પહોંચ્યા. ત્યાં જ મઠ-મંદિરમાં કવિરાજ ધ્યાનમગ્ન રહેતા. ત્યાં જઈને તેમનો ધ્યાનભંગ થાય તે પ્રકારે વિવિધ દેવોની સ્તુતિઓ બોલવા માંડી. એમાં શિવપાર્વતી, લક્ષ્મી-વિષ્ણુ વગેરે દેવોની સંસાર લીલાનું, પુરાણો-વેદોમાં વર્ણવેલું સ્વરૂપ તેમણે કાવ્યમય શૈલીએ પ્રસ્તુત કર્યું. એ સાંભળીને કવિનું ધ્યાન ડોળાયું. તેમણે સૂરિજી તરફ જોઈને કહ્યું : મહારાજ! આ કઈ જાતની સ્તવના કરો છો આપ? સૂરિવરે કહ્યું: કવિરાજ ! તમારા ઈષ્ટ દેવનાં જ ગુણગાન મેં કર્યા છે, પણ