________________
૩૬ “વસ્તરત્નકોશ' નામનો એક પ્રાચીન ગ્રંથ છે. જોધપુરથી તેનું પ્રકાશન થયેલું છે. તેમાં ધર્મ, નીતિ, સમાજ, રાજનીતિ વગેરે વિવિધ સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં અનેક વાતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં એક સરસ સૂત્ર એવું છે કે “સંસારમાં મહોત્સવ પાંચ પ્રકારે થાય છે : ૧. જ્ઞાન મહોત્સવ, ૨. ધર્મ મહોત્સવ. ૩. અર્થ (ધન) મહોત્સવ, ૪. કામ મહોત્સવ. ૫. મોક્ષ મહોત્સવ.”
આપણા માટે “મોક્ષ' મહોત્સવની વાત તો ઘણી વેગળી છે. તે સિવાયના ચારની વાત વિચારીએ તો, કામ એટલે કે કામના કોઈ આપણી પૂરી થઈ જાય તો આપણે ઉત્સવ (પાર્ટી વગેરે) ઉજવીએ છીએ. તે રીતે, કોઈ મોટી કે સારી કમાણી કરી લાવે કે ઊંચા પગારની નોકરી મળી જાય કે પગાર વધારો થઈ જાય તો તે માટે પણ ઉત્સવ (પાર્ટ) ઉજવે છે જ. ધર્મના ઉત્સવો પણ, કોઈ કરે, દીક્ષા લે, મૃત્યુ પામે, વગેરે કારણે ઉજવાતાં જ હોય છે. આ બધા ઉત્સવ – મહોત્સવોની તો કોઈ નવાઈ જ નથી રહી એમ કહી શકાય.
વાત રહી જ્ઞાન મહોત્સવની. આ મહોત્સવની કોઈ ઉજવણી આપણે ત્યાં ભાગ્યે જ થતી હોય છે; ખરેખર તો થતી જ નથી, એમ કહીએ તો વધુ પડતું નથી. પુસ્તકો કે ગ્રંથોના પ્રકાશન થાય છે. તેના સમારોહ પણ યોજાય છે. જ્ઞાન પાંચમના દિવસે જ્ઞાન પણ ખાસ મહેનતપૂર્વક ગોઠવાય છે. આ બધું હોવા છતાં જ્ઞાન માટે જે બહુમાન, લગની, વ્યાપક રુચિ જોઈએ તેનો સદંતર અભાવ છે. જ્ઞાનની રચના થાય તેમાં જ્ઞાનની પોથીઓ ઓછી અને રમકડાં તથા ડેકોરેશન વધુ હોય. જોવા આવનારા દર્શન કરે તેના કરતાં રમકડાં માટે વધુ કુતૂહલ રાખતા હોય. સમારોહમાં પણ પરિચય અને પ્રભાવ આ બે પરિબળ અગત્યનો ભાગ લોકોને એકઠા કરવામાં ભજવતા હોય છે. આ સ્થિતિ આપણાં સામાજિક ઉત્થાન માટે કે સંઘના કલ્યાણ માટે બહુ આવકારવા જેવી તો નથી જ.
એક વ્યકિત આઠ કે પંદર કે ત્રીસ ઉપવાસ કરે તો તેનો વરઘોડો નીકળે, પૂંજણું થાય, પહેરામણી થાય, સાંજી, પૂજા અને ઉત્સવ થાય, કંકોત્રી પણ છપાય અને તે નિમિત્તે જમણવાર પણ થાય. આ બધું જ થાય છે, અને તે અનુમોદનીય પણ છે જ. તેનો ઈન્કાર કે નિષેધ ન હોય. પરંતુ સવાલ એટલો જ થાય કે આવું બધું “જ્ઞાન” અંગે થાય ખરું? જેમ કે કોઈ વિદ્યાર્થી કે કોઈ સાધુસાધ્વીજીએ અમુક ગ્રંથનું મુશ્કેલ ગણાતું અધ્યયન રૂડી રીતે કર્યું હોય અથવા તો