________________
સ્નેહ કરી શકે તે જ સાચી ભક્તિ પણ કરી શકે.
સ્નેહને સાચુકલો બનતાં રોકે બે વાનાં અપેક્ષા અને અભિમાન. ભક્તિને સાચુકલી બનતાં રોકે બે વાનાં વાસના અને ચંચળતા.
વિડંબના તો એ છે કે આપણે સાચકલો સ્નેહ કરવાનું શીખ્યા નથી અને સામી વ્યક્તિ પાસેથી આપણને નિરપેક્ષ-સમર્પિત સ્નેહની અપેક્ષા હોય છે! એથીયે વધુ વિચિત્ર વાત એ છે કે આપણે આપણી કહેવાતી ભક્તિમાં સચ્ચાઈ ઉમેરી શકતા નથી, અને આપણી ગમે તેવી ભક્તિનો સ્વીકાર કરીને ‘સાહેબ આપણા પર રીઝે એવી આપણને આશા હોય છે!
આ વિડંબનાઓ થકી બચી શકાય તેવો એક જ વિકલ્પ છે : સાચી સમજણ વિકસિત કરવાનો. સાચી સમજણનો ઉદય : સાચી વિડંબનાઓનો અંત : સાચી ભક્તિ અને સાચા સ્નેહનું દ્વારોદ્ઘાટન. આપણી ભક્તિમાં સચ્ચાઈનું શક્તિશાળી અને શક્તિવર્ધક રસાયણ ભેળવીએ.
(ફાગણ-૨૦૬૨)
ધર્મચિન્તન