________________
બદચલન છે. પૈસા ખર્ચવા, સારવાર માટે જરૂરી સગવડ કરવી, પછીની માવજત આપવી, આ બધું તો દૂર; પણ બધા આવો આક્ષેપ કરીને તે સાધ્વીઓને તેમના નસીબના ભરોસે છોડી વિમુખ, બલ્કે વિપરીત, થઈ ગયા. પરાકાષ્ઠા તો એ હતી કે, આવી ‘વાર્તા’ ઘડવામાં ચાવીરૂપ ભાગ ભજવનાર વ્યક્તિ સ્વયં એક સાધ્વીજી હતાં !
ગમે તેવો તપ, ત્યાગ, ધર્મ, ધનવ્યય, ક્રિયાઓ કરતાં હોય તો પણ આવા પરિવારોને કે લોકોને ધર્મી, સમક્તિી માનવાનું મન માનતું નથી.
પૂજ્યપાદ નંદનસૂરીશ્વરજી મ.ના શબ્દોમાં કહીએ તો પરની નિંદા જે કરે, અને ફૂડાં દેવે આળ,
મર્મ પ્રકાશે પર તણાં, તેથી ભલો કહ્યો ચંડાળ !
સાધુ કે સાધ્વીને આત્મહત્યા કરવા ભણી ધકેલે તેવા સંયમીને સંયમી કેમ ગણાય અને તેવા જૈનને જૈન કેમ ગણાય ?
શ્રેણિક રાજાએ એક મોંઘી કામળી મેળવવા માટે મચ્છીમારી કરતા મુનિને જોયા, તો જાતે તેમને એક બાજુ લઈ જઈ, જાળો છોડાવી, કિંમતી કામળી વહોરાવી; ત્રીજા કોઈને ખબર પણ પડવા ન દીધી, અને શાસનની લઘુતા થતી અટકાવી. એ જ રીતે રાજમાર્ગ પર ગર્ભવતી સાધ્વીજીને જોયાં, તરત મહેલે લઈ ગયાં, અને પટરાણી ચેલ્લણા દેવીને સ્વહસ્તે જ તેની ઉચિત કાર્યવાહી કરવાનું ભળાવ્યું. કેમ ? તો શાસનની લઘુતા અટકાવવા માટે જ.
સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી શાન્તુ મહેતા. પોતાના બંધાવેલા જિનાલયમાં પૂજા માટે પ્રવેશે છે, ત્યાં જ એક સાધુ ભગવંત અને એક ગણિકાને દુરાચાર સેવતાં (દેરાસરમાં) નિહાળ્યાં. મંત્રીએ તે વાત અણદેખી કરી, અને તે જ ઘડીએ તે સાધુને ખમાસમણ દેવા પૂર્વક વંદન કર્યું, અને બીજું કાંઈજ બોલ્યા કે કહ્યા વિના અંદર ચાલ્યા ગયા. તેમણે ધાર્યું હોત તો વેષ છીનવી શક્ત, જેલમાં નખાવી શક્ત, ,સંઘમાં જાણ કરીને શિક્ષા કરાવી શકત. પણ તેમણે તેમ ન કર્યું. કેમ ? – શાસનની લઘુતા ન થાય એ માટે જ, અને “જીવમાત્ર કર્મને આધીન છે; તેના પ્રત્યે કરુણા હોય, દ્વેષ નહિ’’ – આવી સમજણથી જ. પરિણામ? એ સાધુએ ગુરુ સમક્ષ પાપ આલોવી, ફે૨ દીક્ષા લઈને સિદ્ધાચલજી ઉપર ઘોર તપ અને સંયમ આરાધ્યો, અને આત્માને ઊર્ધ્વગામી બનાવી દીધો.
તો પ્રત્યક્ષપણે કુકર્મ આચરનાર પ્રત્યે પણ આ રીતે વર્તનાર શ્રેણિક અને
ધાર્મિક