________________
આપણું કામ નહિ. સાથે સાથે ઘણીવાર સંયમી આત્માઓ પ્રત્યે મનના ઊંડા ખૂણે કશીક અરુચિ પણ હોય તેવું પણ બને.
શરીરના ગુલામ હોય તે જ આવું વિચારી શકે. મનના ભોગ બન્યા હોય તે જ આમ ધારી શકે. બાકી આ બધું રાખમાં મળવાનું છે. આજે ગમે છે તોય કાલે અકારું જ – અણગમતું જ થવાનું છે, અને આ કાયા તથા તેની સુંવાળપને પોષવામાં ફકત મોહ અને પાપો જ બાંધવાનાં છે, જે પરભવોમાં ખતરનાક રીતે ભોગવવાં પડશે, આટલી સમજ જો જાગી જાય, તો તે આવા મોઘેરા માનવદેહનો સદુપયોગ આત્માની સાધના માટે કર્યા વિના ન જ રહે.
જિનશાસનમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિએ આ દિશામાં, મોહના ત્યાગની બાબતે ગંભીરતાથી વિચારણા કરવી જ જોઈએ.
(મહા-૨૦૧૬)
L
શાનિક