________________
વગેરે રૂપ સ્વાધ્યાય જ કરવાનો આગ્રહ રાખવો. કોઈ વ્યક્તિ નિયમિત રીતે જિનપૂજાનો સમય ન ફાળવી શકતી હોય તો તે તેના વિકલ્પ તરીકે પણ સામાયિક અને સ્વાધ્યાય અવશ્ય કરે. કોઈકને સામાયિકનો પણ સંયોગ ન હોય, તો તે પણ, રોજ પંદરેક મિનિટ પણ સ્વાધ્યાય કે અભ્યાસ માટે અવશ્ય સમય કાઢી શકે.
સૂત્રો, વિધિઓ, પૂજાઓ વગેરે રોજિંદા ઉપયોગી માધ્યમોનો અભ્યાસ આપણી ધર્મક્રિયાઓને જીવંત અને ચેતનવંતી બનાવી મૂકશે, અને આપણું તેજ, વિવેક તથા સમજણ અવશ્યપણે વૃદ્ધિ પામશે.
વૈશાખ-૨૦૧૫)