________________
ગયા પત્રોમાં પરમાત્માની પૂજાની થોડી થોડી વાતો કરી હતી. તે વાતો હજુ પણ ચાલુ રાખવાની જ છે. એના અનુષંગે થોડીક બીજી વાત આ પત્રમાં કરી દઉં. વાત એમ છે કે, શ્રીઅરિહંત પરમાત્માની સાક્ષાત અનુપસ્થિતિમાં તેમનાં બે સ્વરૂપો આપણાં માટે આલંબન રૂપ ગણાયઃ ૧. પ્રભુજીની પ્રતિમા એટલે કે ભૌતિક દેહ; ૨. તેમનાં આગમો એટલે કે અક્ષર દેહ.
આપણે ત્યાં જેટલો મહિમા જિનપૂજાનો ગવાયો છે, તેટલો જ મહિમા જિનાગમની ઉપાસનાનો પણ ગવાયો જ છે. ખરેખર તો જિનપૂજા યથાર્થ રૂપમાં કરવી હોય અને સમજવી હોય તો તે માટે જિનાગમો પાસે જવું જ પડે. આગમોના અધ્યયન અને સ્વાધ્યાય દ્વારા જ સાચા સ્વરૂપનો ધર્મ સમજી શકાય તેમ છે.
પરંતુ અફસોસ છે કે આપણાં શ્રાવકો-શ્રાવિકાઓને ભણતરની કે સ્વાધ્યાયની જરા પણ પડી નથી. સ્નાત્ર અને પૂજાઓ ખૂબ ભણાવાય છે. પરંતુ તે બધાંમાં પણ શાસ્ત્રોના ગંભીર પદાર્થો તથા રહસ્યો ગુંથી-ગોઠવી દેવામાં તો આવ્યા જ છે. જો એ બધાંના અર્થ સમજવાની પણ ચીવટ અને મહેનત કરવામાં આવે, તો આગમોના તથા શાસ્ત્રોનાં અનેક રહસ્યો પામી શકાય. અને તે પછી એ બધું કરવામાં અલૌકિક આનંદની અનુભૂતિ મળ્યા વિના નહિ રહે. | સ્વાધ્યાય અને અધ્યયન એ શ્રુતજ્ઞાનની ઉપાસના છે. શ્રુતજ્ઞાન એ સ્વયં અરિહંત પરમાત્માની વાણી દિશના સ્વરૂપ છે. તેથી તેની ઉપાસના એ અરિહંતની જ ઉપાસના ગણાય. શ્રુતજ્ઞાનની ઉપાસનાથી અજ્ઞાન ઓછું થાય, સમક્તિ-શ્રદ્ધા દઢ તેમજ નિર્મળ બને, જ્ઞાનાવરણીય કર્મ ખપે, પ્રભુની તથા પ્રવચનની આરાધનાનો લાભ મળે; અને આત્માની ઉન્નતિ થાય.
શાણો ધર્મી આત્મા આટલા બધા લાભોથી પોતાની જાતને વંચિત કેવી રીતે રાખી શકે એ જ હજી સમજાતું નથી.
દરેક વ્યક્તિએ બને તો રોજ એક સામાયિક કરવું જોઈએ. ન બને તો અઠવાડિયામાં ત્રણ સામાયિક અવશ્ય કરવા ઘટે. તેમાં બીજી કોઈ ક્રિયા કરવાને બદલે બે કે પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોનું વાંચન, અધ્યયન, શુદ્ધીકરણ, અર્થધારણા
ધાર્મિક