________________
હમણાં તો World cup fever ચાલતો હતો. તેમાં જીત મેળવવા માટે થતી દુવા - માનતાઓની ભરમારમાં, ઇરાક-અમેરિકાની લડાઈમાં થતા ભયાનક સંહારનો ભોગ બનતા જીવોના રક્ષણ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવાનો વિચાર પણ આ રાષ્ટ્રમાં કોઈને ન આવ્યો, આ આપણા નૈતિક અધઃપતનની નિશાની છે. વર્લ્ડ કપમાં ભારત ન જીયું અથવા હાર્યું, તેનો આઘાત સૌને છે. પણ આ યુદ્ધમાં હજારો મનુષ્યોનું નિકંદન નીકળી રહ્યું છે તેના અંગે કોઈનીય સંવેદના ઘવાઈ હશે ખરી ? શક્યતા ઓછી છે. જગતમાં ક્યાંય હજારો મનુષ્યો અને પ્રાણીઓ કમોતે મરતાં કે મારી નખાતાં હોય અને છતાં આપણા દિલમાં કંપારી, અરેરાટી કે અનુકંપા ન પ્રગટે, તો સમજવું કે આપણી સંવેદનશીલતાની ધાર બુટ્ટી બની ગઈ છે; આપણે ધર્મના વાસ્તવિક તત્ત્વને સમજ્યા જ નથી, અને આપણે ક્રૂર સ્વાર્થપરસ્તીના સ્વભાવનો વિકાસ સાધી શક્યા છીએ.
દુનિયાના કોઈ પણ ભાગમાં, પ્રયોજનમાં, ક્ષેત્રમાં કે વાતાવરણમાં નજર કરો તો બધે “સ્વાર્થ જ જોવા મળશે. અરે, આપણે જયાં - જે વર્તુળમાં જીવીએ છીએ તે વર્તુળમાં પણ સ્વાર્થ સિવાય કશું જ જોવા નહિ મળે. મારી ઇચ્છા પ્રમાણે જ થાય અને મારો અહં પ્રતિપળ સંતોષાયા કરે એવી સમજણ, એવી અપેક્ષા અને એવી મહેનત તે જ સ્વાર્થવૃત્તિ. યુ.એસ.એ.ના પ્રમુખની ઇચ્છા ઇરાકી પ્રમુખે ન સંતોષી, તેથી તેનો અહં ઘવાયો. તેણે આક્રમણ કર્યું - આ તેનો પાશવી સ્વાર્થ. આ સ્વાર્થ બે રાષ્ટ્રો વચ્ચેનો સ્વાર્થ ગણાય. આ સ્વાર્થવૃત્તિનું રોકડું પરિણામ એટલે કરોડોની પાયમાલી અને લાખોની જાનહાનિ.
સ્વાર્થ બે વ્યક્તિઓ વચ્ચેનો હોય તોય તેનો અંજામ તો પાયમાલીમાં જ આવવાનો. સ્વાર્થ માટે બીજાનો ભોગ લઈ શકાય. સ્વાર્થ માટે બીજાનો ગેરલાભ ઉઠાવી શકાય. સ્વાર્થ છે જેમાં બીજાના હિતના ભોગે પોતાનું હિત સિદ્ધ થાય. આવો સ્વાર્થ હોય આપણા મનમાં, ત્યાં સુધી આપણામાં સો ટચની ધાર્મિકતા પાંગરે એ વાતમાં દમ નહિ. જો કે હવે તો ધર્મો પણ સ્વાર્થ સાધવામાં મંડ્યા છે. અત્યારે અમે કર્ણાટક, આંધ્ર, તામિળનાડુ - આ ત્રણ પ્રાંતોના જે વિસ્તારમાં (ત્રિભેટે) છીએ, ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ, ગરીબ અને પીડિત લોકોની લાચારીનો લાભ લઈને થોડાક પૈસા વહેંચી તેમને વટલાવી રહ્યા છે. દેખીતી રીતે માનવતા કે દયા કે પરોપકારની પ્રવૃત્તિ ગણાય - લાગે, પરંતુ તેમાંયે પોતાના અનુયાયીઓ વધારવા, ધર્મનો ફેલાવો કરવો, અને લાંબાગાળે પોતાની બહુમતી મેળવીને
ધર્મચિન્તના