SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા વખતના પત્રમાં મનુષ્ય જન્મ દેવોને પણ કેટલો દુર્લભ છે તેની વાત લખી હતી. આ વખતે એ જ વાતને જરા જુદી રીતે જોવી છે. શાસ્ત્રોમાં એક દાંત આવે છે, એક શ્રીમંત શેઠ મોટી ઉંમરે નવી કન્યા સાથે પરણ્યા. નવાં પત્ની યુવાન, રૂપવાન અને વળી પ્રેમાળ પણ ઘણાં. આથી શેઠને તેમના પર અનહદ આસક્તિ બંધાઈ ગઈ. ઉંમર ઉંમરનું કામ કરે જ. શેઠ ઘરડા થયા અને કર્મયોગે માંદા પડતાં પથારીવશ થયા. પત્નીએ પણ મન મૂકીને ચાકરી કરવા માંડી. તો તે જોઈને શેઠનો રાગ પણ વધતો જ ગયો. શેઠ ધર્મી જીવ, તેથી તેમને ત્યાં સાધુ - સાધ્વીજી પણ પધારે. સુપાત્રદાનનો લાભ હોંશે હોંશે લઈને બન્ને માણસો પોતાને ધન્ય માને. એકવાર, મંદવાડ દરમિયાન જ એક મુનિરાજ પધાર્યા. શેઠાણી શેઠની સારવારમાં રોકાયેલાં, પણ મુનિરાજ પધાર્યાનો ખ્યાલ આવતાં જ તે બધું પડતું મુકીને દોડ્યાં. શેઠ પણ પ્રેમથી તેમને દોડતાં જતાં જોઈ રહ્યાં! પહેલાંનાં મકાનોના દરવાજા નીચા અને વળી લાકડાના. એમાં ઘણીવાર ખીલા પણ જડેલા હોય, એટલે એકથી બીજા ખંડમાં જતાં નીચા નમવું જ પડે. શેઠાણી ઉતાવળમાં આ વાત વીસરી ગયા અને રસોડાના દરવાજે મારેલો ખીલો તેમના કપાળમાં ભોંકાઈ ગયો ! તત્પણ બેભાન અને લોહીલુહાણ! સ્વજનો અને નોકરો દોડી આવ્યા, ચાંપતી સારવાર આરંભાઈ. પણ આ ક્ષણોમાં પેલા શેઠની સ્થિતિ ભારે કફોડી થઈ ગઈ. “પોતે ઊભા થઈ શકે તો શેઠાણીની પૂરેપૂરી કાળજી પોતે જ રાખી શકે, પણ આ પળે પોતે તેમ કરી નથી શકતા, તે કેટલું વસમું છે !” આવી વાસનામાં તે રીબાવા લાગ્યા, અને શેઠાણીની ચિંતા તેમને કોરી ખાવા લાગી. આવા તણાવમાં જ તબિયતે પલટી ખાધી અને શેઠાણીનું રટણ કરતાં એ ધર્મી શેઠનું અવસાન નીપજ્યુ. જ્ઞાનીઓ કહે છે કે એવા દુર્ગાનમાં મરેલા તે શેઠ, પેલી શેઠાણીના કપાળે પડેલા ઘાના પાકમાં કીડા તરીકે અવતર્યા! આસક્તિ અને દુર્ગાનનો અંજામ કેવો આવે છે; મનુષ્યભવ પામવો કેટલો કઠિન છે, તો તે ગુમાવવો કેટલો સહેલો છે; તે વાત આ દૃષ્ટાંત આપણને સમજાવી જાય છે. તે ૧૪૨ ધાર્મિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy