________________
આપણને પ્રાપ્ત થયો છે તે માનવભવ આ ભવચક્રમાં અતિશય દુર્લભ ગણાય છે. દેવો પણ પોતાની માલિકીનાં કલ્પવૃક્ષો તથા વાવડીઓમાં તીવ્ર આસક્તિ રાખવાને કારણે દેવભવ પૂરો કરીને ત્યાં પાણી (અપૂકાય) તરીકે, વનસ્પતિ તરીકે અથવા રત્ન વગેરે (પૃથ્વીકાય) તરીકે એકેન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય તરીકે નહિ. એક સમયે અસંખ્યાતા દેવો અવે (મરે) તો પણ તેમાંથી એકાદ દેવ પણ મનુષ્ય ગતિ ન પામે એવું મોટાભાગે બનતું હોય છે. આ સ્થિતિમાં, આપણને માનવજન્મ મળ્યો છે એ જેવી તેવી વાત નથી. આ તો આપણા માટે મહાન દુર્લભ ઘટના જ ગણાય.
આવો ભવ મળ્યા પછી આપણે પગલાનંદી જ બની રહીએ, અને આત્માના હિતાહિતનો જરા પણ ખ્યાલ ન કરીએ તો તે આપણું ઘોર અજ્ઞાન જ ગણાય. અને અજ્ઞાનનો અંજામ હંમેશાં દુઃખ-દુર્ગતિ જ હોય, એ ભૂલવા જેવું નથી.
ગાડી ચલાવતાં ન આવડે તેવો ડ્રાઈવિંગ કરનાર મનુષ્ય ગાડીને ખાડે જ નાખે, એટલે એવા ડ્રાઈવરની ગાડીમાં આપણે બેસીએ નહીં જ. એ જ રીતે, માનવભવને જીવતાં અને સફળ બનાવતાં જો ન આવડે, તો આપણું જીવન ખાડામાં જ જાય, અને આપણો સંગાથ કરનારા પણ મરે જ.
માટે જન્મ અને જીવનને સાર્થક બનાવવા, એ માટે આત્મલક્ષી બનવું, અને એ હેતુથી, સમજણપૂર્વક ધર્મસાધના કરવી, એમાં જ માનવ બન્યાની સફળતા છે; અને એમાં જ શાણપણ પણ છે.
(મહા-૨૦૫૪)