________________
દશા કેવી થાય ! જાણે હાથમાં આવેલો કોળિયો કોઈએ ઝૂંટવી લીધો હોય એવી લાગણી થાય ને? ક્રોધ, દ્વેષ, હતાશા, વ્યાકુળતા વગેરે ભાવો પેદા થાય ને ? સંસાર સાવ જૂઠો, નકામો, નગુણો હોવાનું ભાસવા માંડે ને ? ઇચ્છા જોખમાય ત્યારે અને અહં ઘવાય ત્યારે આવો ક્લેશ અવશ્ય થાય જ, અને આનું જ નામ તો સંસાર ! આ સંસારથી બચવાની તત્પરતા-જાગૃતિ કેળવે તેનું નામ સાધક. તેનું નામ સાધુ.
પોતાની ઇચ્છા પ્રમાણે ન થાય, વિપરીત થાય, ઈચ્છા અધૂરી રહી જાય; બીજાઓની અયોગ્ય ઇચ્છા પ્રમાણે થાય અને આપણી યોગ્ય ઇચ્છાઓ પણ રહી જાય; એવા સંયોગોમાં અહંજન્ય ઇચ્છાને કે ઇચ્છાજન્ય અહંને લેશ પણ મહત્ત્વ ન અપાઈ જાય, બલ્બ “જે થાય તે સારા માટે” અને “જ્ઞાની ભગવંતે દીઠું હોય તેમ જ બને' - આવી સમજણ કેળવાય તેટલી તે જ આત્માની અને શાસનની - ધર્મની – અધ્યાત્મની સાધના કરી શકે.
ઇચ્છાની સફળતા પણ અને નિષ્ફળતા પણ, મોટાભાગે નકારાત્મક વલણો ચિત્તમાં જન્માવે છે. સફળતા મળે તો અહં વકરશે, તેથી તુચ્છતા - તોછડાઈ - ઉદ્ધતાઈ વધશે; નિષ્ફળતા મળે તો પ્રતિશોધની વૃત્તિ ઉગશે અને નિરાશા તથા લઘુતાગ્રંથિ જેવાં વલણો વકરવા માંડશે. આ બધું જ ક્લેશ” છે. જ્યાં ક્લેશ છે ત્યાં ક્ષુદ્રતા છે જ છે. શુદ્ર-સમૂહની વચમાં રહેતો સાધક ક્લેશથી બચવાની ભરચક મથામણ કરતો રહીને પોતાના ચિત્તને પ્રસન્ન – અશુદ્ર રાખી શકે તો તેજ તેની સાધના છે – અક્લેશ સાધના. શુદ્ધાત્મા સુખી હોઈ શકે, પ્રસન્ન ન હોય. અક્ષુદ્ર સાધકનું લક્ષ્ય પ્રસન્નતા હોય, સુખ નહિ. અને તે પ્રસન્નતા ટકાવવા માટે, મેળવવા તથા વધારવા માટે થઈને જ તે પોતાની યોગ્ય, આત્મહિતકારી, સ્વપર-ઉષકારી ઇચ્છાઓનું પણ બલિદાન આપતાં પણ ખચકાટ અનુભવતો નથી.
(માગશર-૨૦૫૯)