________________
જે અપકાર કરનારનું પણ ભલું કરે.
આ શ્લોકની જ વાતને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે ઉપરના વાક્યમાં એ સાહિત્યકારે ગોઠવી આપી છે – એમ માની શકાય. પરંતુ તે રજૂઆત કેટલી બધી માર્મિક છે ! કેટલી શાનદાર છે! કેટલી ઉદાત્ત છે!
આપણે તપાસવાનું એ છે કે, આપણામાં આ ત્રણ અંશો પૈકી એક પણ અંશ વિકસાવી શકાયો છે કે નહિ? દેવતાઈ અંશ જાગે એવી અપેક્ષા કદાચ વધુ પડતી થશે. પરંતુ વિવેકનો વ્યવહારૂ અંશ અને માણસાઈનો તાત્ત્વિક અંશ આપણાં જીવનમાં પ્રગટે અને વિકસે એટલી આશા જો આપણા માટે કોઈ સેવે તો તે અસ્થાને કે વધુ પડતું ન જ ગણાય.
માણસ હોવું અથવા માણસ થવું તે માટેની અગત્યની શરત એક જ કે તમે જીવનમાં અન્યનું ભલું કરતા રહો. જે સમયે અને જે હદે તમે અન્યનું ભલું કરો છો તે સમયે અને તે હદે તમે “માણસ” હો છો, આટલું તથ્ય સમજાઈ જાય તો આપણામાં માણસાઈનો - ભલાઈનો ઘણો વિકાસ થઈ શકે. ચાલો, આપણે આ દિશામાં પ્રયત્ન આદરી દઈએ.
(ફાગણ-૨૦૬૧)
વિહાયાત્રા