________________
સર્વત્ર ઉપલબ્ધ હોવાથી સાથે ઘરનું ભાતું લેવાનો રિવાજ તો હવે મોટાભાગે નષ્ટ થયો છે. પહેલાં હોટલમાં જવું એ જ પાપ મનાતું. આજે એવું નથી રહ્યું. પણ હોટલ-રેસ્ટોરાંમાં જતાં અગાઉ એટલું ધ્યાન તો જરૂર રાખી શકાય કે આ જગ્યાએ નોનવેજ તો થતું – પીરસાતું નથી ને? જો નોનવેજ પણ ત્યાં પ્રાપ્ય હોય તો તેવી જગ્યાએ ખાશો નહિ, રહેશો પણ નહિ, એટલો નિયમ અવશ્ય રાખજો - સલામત અંતર જરૂર રાખજો. નહિ તો અનુમોદનાના પાપના તો ભાગીદાર થશો જ, સાથે સાથે એક જ રસોડાને કારણે વાસણો-ચમચા-હાથ વગેરેને કારણે ભેળસેળના રૂપે અભક્ષ્મભક્ષણના મહાપાપના પણ દોષી બનશો. આપણે જૈન હોઈએ તો તેનું ગૌરવ પણ આપણાંમાં હોવું જ જોઈએ, અને જૈનત્વના પાયાના આચારધર્મનું લઘુતમ પાલન આપણે કરવું જ જોઈએ. જગતને નહિ, તો જાતને તો બચાવી જ શકાય ને !
(ચત્ર-૨૦૬૦)
વિહારયાત્રા