SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધાન્ત આગમસ્તવના આધારે વિભાગ શ્રીજિનપ્રભસૂરિજી સિદ્ધાન્ત-આગમસ્તવની અંદ૨-આવશ્યક, વિશેષાવશ્યક, દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, નંદી, અનુયોગદ્વાર, ઋષિભાષિત, આચારાંગ, સૂત્રકૃતાંગ ૧૦, ઠાણાંગ, વિવાહપન્નત્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદૃશા. અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત, ઔપપાતિક, રાજપ્રશ્નીય ૨૦. જીવાભિગમ પ્રજ્ઞાપના, જંબુદ્દીપ-પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, નિર્યાવલિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, વન્હિદશા, મરણસમાધિ ૩૦, પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, આતુરપ્રત્યાખ્યાન, સંસ્તારક, ચંદ્રાવેદ્યક, ભક્તપરિક્ષા, ચતુઃશરણ, વીરસ્તવ, દેવેન્દ્રસ્તવ, ગચ્છાચાર ૪૦, ગણિવિજ્જા, દીવસાગર-પન્નત્તિ, તંદુલવૈચારિક, નિશીથ, દશાશ્રુતસ્કંધ ૪૫, પંચકલ્પ, જીતકલ્પ, મહાનિશીથ, દૃષ્ટિવાદ અને અંગવિદ્યા ૫૦. એવી રીતે આગમની સ્તવના કરે છે, પણ તેમના સમયમાં ૪૫ આગમોની કોઈ નિયતતા દેખાતી નથી. કાળબળનું પરિણામ કાળબળ અને ધૃતિબળની હાનિ થતાં પિસ્તાલીશ આગમો એમ જણાવ્યું હોય અને થોડા ઘણા છુટાછવાયા પયન્ના પણ લીધા હોય એવું યોગવિધિઓ ઉપરથી જણાય છે. વર્તમાનકાળમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયન્ના, ૬ છેદ, ૪ મૂળ, નંદી અને અનુયોગ એમ ૪૫ની ગણતરી ગણાતી આવી છે. યોગવિવિધમાં અર્થાત્ સામાચારીમાં ૪૫થી અધિક નામ આપ્યાં હશે, પણ અહીંયાં ૧૪મી સદીની પહેલાંથી ૪૫ની માન્યતા હોય તેવું દેખાય છે, કારણ કે તે અમુક અમુક દીર્ઘકાલ રહેવાનાં હોય તે સિવાયના પણ બીજા પયન્ના આદિ અત્યારે વિચાર કરતાં મળે છે, પણ વિભાગીકરણમાં ‘૪૫’ના વિભાગો દેખાય છે. વિચારસારપ્રકરણના આધારે વિભાગ ચિતિ ચૌદમી સદીમાં થયેલ શ્રીમાન્ પ્રદ્યુમ્નસૂરિમહારાજ ૪૫ આગમોનાં નામ નિર્દેશ કરતાં આચારાંગથી ૧૧ અંગ જણાવે છે અને ૧૨ ઉપાંગનાં નામો આપ્યાં છે. ઉપાંગ વગેરેનો ભેદ પાડ્યો છે. પયન્ના વગેરે જુદા વિભાગ તરીકે બોલતાં હોય તેમ લાગતું નથી. ઉપાંગનાં નામો આ પ્રમાણે છેઃ- રાજ, જીવા, પ્રજ્ઞા, ચંદ્ર, સૂર્ય, જંબુદ્વીપ, નિરયા, કપ્પિયા, પુલ્ફિયા, પુચૂલિયા અને વહ્રિદસા. મતાંતરે ‘દીપ-સાગરપન્નતિ’ કહી છે. આ રીતે બાર ઉપાંગ જણાવ્યાં છે. કલ્પ, નિશીથ, દશાશ્રુતસ્કંધ, વ્યવહાર, ઉત્તરાધ્યયન, રૂષિભાષિત, દશવૈકાલિક, આવશ્યક, અંગવિદ્યા, તંદુલવૈચારિક, ચંદ્રાવેઝક, ગણિવિદ્યા, નિરયવિત્તિ, આઉરપચ્ચક્ખાણું, ગણધરવલય, દેવેન્દ્રનકેન્દ્ર, મરણવિભક્તિ, ઝાણવિભક્તિ, પાક્ષિક, નંદી, અનુયોગદ્વાર અને દેવેન્દ્રસ્તવ. એ રીતે ૪૫ આગમો જણાવીને પંચકલ્પ, જીતકલ્પ અને ઓથનિર્યુક્તિનો નિર્દેશ કર્યો છે, એથી અંગ અને ઉપાંગનો વિભાગ વ્યવસ્થિત કહી શકાય, પણ છેદ આદિનો વિભાગ ભિન્ન પાડવો જરા કઠિન પડે તેમ છે અથ અર્થાત્ વિચારસારપ્રકરણ પરથી છેદ આદિ સહેજ વિભાગ પાડી શકાય તેમ નથી. is jemisd શ્રી વિચારરત્નાકરથી વિચારવા પડ સં.૧૬૯૦માં થયેલા પૂ. ઉપાધ્યાય શ્રીકીર્તિવિજયજી મહારાજે વિચારરત્નાકરની અંદર Jo આગમની સરગમ to E
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy