________________
ત્રીજા આલાવામાં ‘કાલિક’નાં નામો જણાવતાં:- ૧. ઉત્તરજઝયણાઇં, ૨. દસાઓ, ૩. કપ્પો, ૪. વવહારો, ૫. ઇસિભાસિઆઇ, ૬. નિસીહં, ૭. મહાનિસીહં, ૮. જંબુદીવપન્નત્તિ, ૯. સૂરપન્નત્તિ, ૧૦. ચંદપન્નતિ, ૧૧. દીવસાગ૨૫ન્નતિ, ૧૨. ખુડ્ડિયાવિમાણપવિભત્તિ, ૧૩. મહલ્લિઆવિમાણપવિભત્તિ, ૧૪. અંગચૂલિઆએ, ૧૫. વર્ગાચૂલિઆએ, ૧૬. વિવાહચૂલિઆએ, ૧૭. અરુણોવવાએ, ૧૮. વરુણોવવાએ, ૧૯. ગરુલોવવાએ, ૨૦. વેસમણોવવાએ, ૨૧. વેલંધરોવવાએ, ૨૨. દેવિંદોવવાએ, ૨૩. ઉઢ્ઢાણસુએ, ૨૪. સમુઠ્ઠાણસુએ, ૨૫. નાગપઆિવલિઆણં, ૨૬. નિરિયાવલિયાણું, ૨૭. કપ્પિઆણં, ૨૮. કપ્પવšિસયાણું, ૨૯. પુલ્ફિઆણં, ૩૦. પુષ્ફલચૂલિઆણં, ૩૧. વહ્રિદસાણં, ૩૨. આસીવિસભાવણાણું, ૩૩. દિદ્ધિવિસભાવણાણું, ૩૪. ચારણસુમિણભાવણાણું, ૩૫. મહાસુમિણભાવણાણું અને ૩૬. તેઅગિનિસગ્ગાણું. આમ ‘કાલિકમાં’ નામો નિર્દેશ કર્યા છે.
ચોથા આલાવામાં-દુવાલસ અંગ ગણિપીટકનાં નામો નિર્દેશ કરતાં:- ૧. આયારો, ૨. સુયગડો, ૩. ઠાણું, ૪. સમવાઓ, ૫. વિવાહપન્નત્તિ, ૬. નાયાધમ્મકહાઓ, ૭. ઉવાસગદસાઓ, ૮. અંતગડદસાઓ, ૯. અનુત્તરોવવાઇદસાઓ, ૧૦. પક્ષાવાગરણ, ૧૧. વિવાગસૂર્ય અને ૧૨. દિદ્વિવાઓ. એમ બાર ભેદ જણાવ્યા છે.
આ રીતે શ્રીપાક્ષિકસૂત્રમાં, આવશ્યક (૧) ઉત્કાલિક (૨૮), કાલિક (૩૬) અને ગણિપીટક (૧૨). આ રીતે ૭૭ આગમનાં નામોનો નિર્દેશ કર્યો છે.
શ્રીનંદીસૂત્રના આધારે વિભાગો
શ્રીનંદીસૂત્રમાં પાંચ જ્ઞાનના વિચારમાં શ્રુતજ્ઞાનનો વિચાર કરવા બેસીએ ત્યારે શરૂઆતમાં શ્રુતજ્ઞાનના ૧૪ વિભાગ પાડ્યા. તેમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય વિભાગ પાડ્યા. તેમાં અંગબાહ્યમાં આવશ્યક અને આવશ્યક-વ્યતિરિક્તવિભાગ પાડ્યો. આવશ્યકનાં છ અધ્યયનો લઈને આવશ્યક-વ્યતિરિક્તમાં ‘કાલિક’ અને ‘ઉત્કાલિક’ વિભાગો પાડ્યા. ‘ઉત્કાલિક’માં દશવૈકાલિક વગેરે ૨૯ ભેદ જણાવ્યા અને ‘કાલિક’માં ઉત્તરાધ્યયન વગેરે ૩૬ ભેદ જણાવ્યા તેમ જ તે જણાવતાં તેમાં જણાવ્યું છે કે શ્રીમહાવીર મહારાજના ચૌદ હજાર શિષ્યોને આશ્રીને ચૌદ હજાર પયન્ના અને અંગપ્રવિષ્ટમાં ‘દ્વાદશાંગ'ને જણાવ્યું. આ રીતે તેમાં આગમોના વિભાગ પાડ્યા છે.
નંદીસૂત્ર અને પાક્ષિકસૂત્રનો સમન્વય
નંદીસૂત્રમાં ‘ઉત્કાલિક’માં સુરપન્નત્તિ લીધી છે, પણ પાક્ષિકસૂત્રમાં સુરપન્નત્તિને ‘કાલિક’માં લઈ ગયાં છે. આસિવીસભાયણા વગેરે પાંચને પાક્ષિકસૂત્રમાં લીધાં છે, પણ નંદીસૂત્રમાં લીધા નથી તેમ જ ધરણોવવાએ નંદીસૂત્રમાં ‘કાલિક’માં લીધું છે, પણ તે પાક્ષિકસૂત્રમાં લીધું નથી એટલે (૧) આવશ્યક, (૨૯) ઉત્કાલિક, (૩૧) કાલિક અને (૧૨) અંગપ્રવિષ્ટ એમ ૭૩ ભેદ ઉપરાંત ચૌદ હજાર પયન્ના એમ નંદીસૂત્રના હિસાબે આગમના વિભાગો પાડે છે.
७८
આગમની સરગમ