SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અયોગદ્વારસૂત્રનો સંક્ષિપ્ત પરિચયો ԵՐԱԲԱՐ 0 C = 10 પાત્ર જવાના અયોગ હાર સૂત્ર એ સર્વ માગમોની માસ્ટર ચાવી રૂપ છે. આ માગમના અભ્યાસથી માગમોને સમજવાની પદ્ધતિ મળે છે, કેમકે પદાર્થોના નિરુપણની , વ્યવસ્થિત સંકલના સ્વરૂપ લીલી એજ આ આગમની આગવી વિશિષ્ટતા છે, 'પાસંગિક કેટલીકે મહત્વની માહિતીઓ પર પ્રકાશ પાડયો છે. की अनुयोगदार सूत्रम् - જિનેશ્વર ભગવંતોએ જગતના પ્રાણીમાત્રાને કલ્યાણની નિઃસીમ કરુણાબુદ્ધિથી “સવિ જીવ કરું શાસન રસી” ભાવનાના ફળસ્વરૂપ તીર્થકર નામકર્મના ઉદયથી જે હિતકર આત્મકલ્યાણનો માર્ગ ઉપદેશ્યો, તે પૂજ્ય ગણધર ભગવંતોએ પાત્ર જીવોના હિતાર્થે ‘દ્વાદશાંગી” રૂપ ગૂંથી શ્રીતીર્થંકર પરમાત્માની આદર્શ ઉપકારિતા સ્પષ્ટ કરી છે. તે ‘દ્વાદશાંગી'ના પદાર્થો કે તેમાં જણાવેલી વિગતોનું રહસ્ય સમજવા માટેની કુંચી ગુરુગમથી પ્રાપ્ત થાય છે. તે વિના શબ્દોના ભળતા અને અપ્રાસંગિક અર્થો ઘણા થતાં હોઈ વિવક્ષા-અપેક્ષાના માપદંડ વિના યથાર્થ રીતે તેનો અર્થ પારખી શકાતો નથી. વ્યવહારમાં જોઈએ છીએ કે દરેક શાસ્ત્રને પોતાના પારિભાષિક શબ્દો હોય છે. તેની સમજૂતી યોગ્ય રીતે મેળવ્યા વિના ગમે તેટલી પ્રકાંડ બુદ્ધિ ધરાવનારો પણ તે તે શબ્દોમાં માથું મારે તો ગોથું ખાધા વિના ન રહે, પરિણામે તે શાસ્ત્રના અલ્પ પદાર્થોને પણ વિકૃત રૂપ જગત સામે મૂકીને તે શાસ્ત્રકારોને અન્યાય કરી બેસે છે એટલે ‘દ્વાદશાંગી’ જૈન આગમોના પારિભાષિક શબ્દોની માહિતી તથા આગમિક વ્યાખ્યા શૈલીના જ્ઞાન વિના આગમોનો પરમાર્થ લાધી ન શકે. - આવી માહિતી અને વ્યાખ્યાની કુંચીઓ જણાવનારી આ સૂત્રની સંકલના પરમોપકારી પૂજય શ્રીપૂર્વધર ભગવંતે કરેલી છે. પંચમ આરામાં હીયમાન બુદ્ધિવાળા જીવોના હિતાર્થે કર્યું છે આ શ્રીઅનુયોગદ્વાર સૂત્ર જેને આજના શબ્દોમાં કહીએ તો “આગમ-પ્રાસાદનું” પ્રવેશદ્વાર અથવા “આગમોનો માર્ગદર્શક ભોમિયો” કહી શકાય. આ આગમના ગુરુગમથી વ્યવસ્થિત જ્ઞાનને મેળવ્યા પછી શાબ્દિક વ્યાખ્યા ભેદના ચક્રાવે જતી બુદ્ધિને માર્મિક રીતે સત્ય તરફ સહેલાઈથી લઈ જઈ શકાય છે. આ આગમનો (xઅનુયોગદ્વારનો) શબ્દાર્થ આ પ્રમાણે થાય છે. “અનુયોગ=વ્યાખ્યા તેનાં દ્વારો પ્રકારો તેનું વર્ણન જેમાં છે તે અનુયોગદ્વારાણિ આ આગમને ‘વ્યાખ્યાગ્રંથ” તરીકે આગમોદ્ધારકશ્રી સંબોધે છે. જુઓ ‘શ્રીઆગમપુરુષ’–સંપાદક. આગમની સરગમ o૫
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy