SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શીધ્ર પ્રાપ્તિ થાય એ આશયથી મંગળરૂપે પંચજ્ઞાન સ્વરૂપ ભાવનદીરૂપ શ્રેષ્ઠ ભાવમંગળ કરતા હોય છે. તે રૂપે પ્રાચીનકાળની મર્યાદા પ્રમાણે કોઈ પણ આગમની વાચના માટેના પ્રારંભમાં શ્રીનંદીસૂત્ર દ્વારા પ્રારંભ થતો અને આજે પણ તે જ રીતે થાય છે. ની, આ રીતે શ્રીનંદીસૂત્ર સકલ આગમોના અધ્યયનાદિના પ્રારંભે મંગળરૂપે અત્યંત જરૂરીઉપયોગી છે. | શ્રીનંદીસૂત્રની સૂત્ર તથા ગાથા અનુસારે માહિતી - આ શ્રીનંદીસૂત્રમાં કુલ ૫૯ સૂત્રો ને ૯૦ ગાથાઓ છે. તેમાં પ્રારંભે ૫૦ ગાથા છે, જેમાં શ્રીસંઘનો મહિમા, ભક્તિ રૂપકોથી દર્શાવી શ્રી તીર્થંકરદેવ મહાવીર પ્રભુથી માંડી દૂષ્યગણિ સુધીની પટ્ટાવલી જણાવી છે, પછી આગમિક પાઠોના સંદર્ભો, આગમોની વ્યાખ્યા માટે જરૂરી શિષ્ય કેવા? ગુરુ કેવા? પર્મદા કેવી? વગેરેને લગતી માહિતી મૂકી છે તે પછી જ્ઞાનનું સ્વરૂપ શુરૂ થાય છે. પણ ( તેમાં જ્ઞાનમાં પ્રથમ પાંચ ભેદ દર્શાવ્યા છે (સૂ.૧), પછી પ્રત્યક્ષ-પરોક્ષ બે ભેદ બતાવી (સૂ. ૨), પ્રત્યક્ષમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ નોઇન્દ્રિયપ્રત્યક્ષ બતાવ્યાં (સૂ.૩). ઇન્દ્રિયપ્રત્યક્ષમાં પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન બતાવી (સૂ.૪), નોઇન્દ્રિયપ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનું વિગતવાર ખૂબ સુંદર વર્ણન આપ્યું છે (સૂ.૪ થી ૨૩), પછી પરોક્ષજ્ઞાનના આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન બે ભેદ દર્શાવી (સૂ. ૨૪), આભિનિબોધિક જ્ઞાનનું સ્વરૂપ અને શ્રતનિશ્રિતમતિજ્ઞાન, અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનના ભેદો અને તેમાં અશ્રુતનિશ્રિતમતિજ્ઞાનમાં ઔપપાસાદિક ચાર બુદ્ધિનું વર્ણન છે. (સૂ.૨૫, ર૬). ચાર બુદ્ધિના વર્ણન પ્રસંગે ટૂંકાં પણ રોચક દૃષ્ટાંતો ઘણાં આપ્યાં છે, તે આ પ્રમાણેઃ ઔપપાતિકી બુદ્ધિમાં વીમા ના કી ૩૯ દેષ્ટાંતો વનયિકી બુદ્ધિમાં છે 15 5 ]]}, ૧૫ દેખાતો નથી કાર્મિકી બુદ્ધિમાં ના | ૧૨ દૃષ્ટાંતો પારિણામિકી બુદ્ધિમાં શાળાકોલ AિS, ૨૧ દૃષ્ટાંતો કામા કુલ ૮૭ દષ્ટાંતો (ગાથા ૬૧થી ૬૫) પછી શ્રુતનિશ્રિતમતિજ્ઞાનના અવગ્રહાદિ ૨૮ ભેદોનું ખૂબ જ સુંદર દૃષ્ટાંત સાથે વર્ણન છે. (સૂ.૩૦થી ૩૭). " ત્યાર બાદ શ્રુતજ્ઞાનનું સ્વરૂપ છે, અક્ષરગ્રુત આદિનું વર્ણન માર્મિક રીતે સુંદર છે તેમાં છેલ્લે અંગપ્રવિષ્ટના વર્ણન પ્રસંગે આખી દ્વાદશાંગી'ની સવિસ્તર માહિતી ખૂબ જ રોચક છે, દ્વાદશાંગીનો પરિચય ખૂબ સરસ છે. (સૂ.૩૮થી પ૭). - ખાસઃ- સૂત્ર પ૭માં દૃષ્ટિવાદ (કે જે હાલ વિચ્છેદ છે) તેનો ખૂબ જ સુંદર વિગતવાર પરિચય છે. તેમાં અવાંતર પ્રસંગે સિદ્ધદંડિકા, યુગપ્રધાનગંડિકા આદિ મહત્ત્વની બાબતોનો નિર્દેશ છે.JES m) [bi] હિ 2છેવટે સૂત્ર ૫૯-૬૦માં ‘દ્વાદશાંગી'ની આરાધના-વિરાધનાનું ફલ દર્શાવી બુદ્ધિના ગુણો, અનુયોગ કરવાની મહત્તા, પદ્ધતિ આદિ દર્શાવી સમાપ્તિ કરી છે. એકંદરે જૈન આગમોના પરિચયને મેળવવા તેમ જ કર્મોનાં બંધનથી મુક્તિરૂપ કાર્યની નિર્વિઘ્નતા માટે પાંચ જ્ઞાનના સ્વરૂપવાળું આ શ્રીનંદિસૂત્ર આગમ ખૂબ જ સુંદર, હિતકર અને અનેક બાબતોથી પરિપૂર્ણ છે. | જેને ગુરુગમથી વાંચી વિચારી ભવ્ય જીવો આજે પણ આત્મશુદ્ધિ અનુભવી શકે છે. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy