SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ पयन्ना सूत्रम् ચારિત્રની આરાધના સુંદર રીતે કરી શકે એની બધી જવાબદારી ગણનાયકના શિરે છે (જેમ ઉત્પાદન જોઈએ તેમજ નિમિત્ત પણ પોતાના સ્થળે ભાગ ભજવે છે તેનો આ સબળ પુરાવો છે.) ૯. શ્રીદેવેન્દ્રસ્તવપ્રકીર્ણક શ્રીદેવેન્દ્રસ્તવપ્રકીર્ણક-આ સ્તવમાં देवेन्द्रस्तव पयन्ना र દેવેન્દ્રો અંગેનું સ્થિતિ, સ્થાન આદિનું વર્ણન હોવાથી આનું દેવેન્દ્રસ્તવ નામ પાડ્યું છે. એક શ્રાવકે ૨૩ ભગવાનની સ્તુતિ કર્યા પછી શ્રીવર્ધમાન વિભુની સ્તવના વખતે ૩૨ ઇન્દ્રોથી ખવાયેલા એવા મારા નાથને નમું છું. આ સ્તુતિ સાંભળીને પાછળ ઊભેલી તેમની જ પત્નીએ ૬ પ્રશ્ન પૂછ્યા ૧. બત્રીશ ઇન્દ્રો કઈ રીતે સમજવા? ૨. તેમને રહેવાનાં સ્થાનો કયાં કયાં? ૩. પ્રત્યેક ઇન્દ્રનું આયુષ્ય કેટલું? ૪. પ્રત્યેક ઇન્દ્રને આધીન કેટલાં ભવન કે વિમાનો? ૫. ભવનો તથા વિમાનો કેવાં હોય? અને પ્રત્યેક ઇન્દ્રને અવધિજ્ઞાન કેટલી હદ સુધીનું હોય? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે શ્રાવક કહે છે કે મેં ગુરુ મહારાજ પાસેથી આગમ શ્રવણ દ્વારા જે શ્રુતજ્ઞાન મેળવ્યું છે તે અનુસાર કહું છું. આ પ્રશ્નોના ઉત્તરો ૬૫ ગાથા સુધીમાં આપ્યા છે. ત્યાર બાદ ચન્દ્રાદિકનું વિવિધ પ્રકારે વર્ણન તથા નક્ષત્રોના યોગનો કાળ, પછી કલ્પાતીત અને કલ્પોપપન્ન દેવોનું વર્ણન ૧૬૩થી ૧૯૮ ગાથા સુધીમાં કર્યું છે. ત્યાર બાદ દેવતાઈ ભોગનું વર્ણન તથા ૨૭૩થી ૨૯૦મીનું ગાથા સુધીમાં સિદ્ધશિલા અંગેનું મહત્ત્વભર્યું વર્ણન છે. ત્યાર બાદ સિદ્ધ ભગવાનની અવગાહના તથા સિદ્ધના સુખોનું વર્ણન કરવમાં આવ્યું છે. આ પ્રમાણે સ્તુતિ કરનાર શ્રાવકે અરિહંત ભગવાનના વંદનનો મહિમા કહેવાપૂર્વક મને પણ સિદ્ધિગતિનાં સુખ મળે આવી હાર્દિક ભાવના વ્યક્ત કરી છે. તેમજ ચારે નિકાયના દેવતાઓનો સંક્ષિપ્ત પરિચય આ પન્નામાં છે. દિવેન્દ્રસ્તવ.. પયામાં બનીશ ઇન્દ્રોને કરેલી પરમાત્માની સ્તવનાનું વર્ણન સદર રીતે છે. ઉપરાંત ૩૨ ઇન્ડોના સ્થાન, ખાયણ, શરીર, મરમાવિષીનો, રિદ્ધિ-સિટિપરાક્રમ વિગેરેને અને સૂર્ય-ચંદ્ર નક્ષત્ર-સિદ્ધશિલા સ્વરૂપ સિતોની અવગાહના સુપ્ત માનુિં પણ વર્ણન છે,' આગમની સરગમ પ૯
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy