SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ पयन्ना सूत्रम् અને પછીથી ૨૮ ગાથાઓમાં સાધ્વીઓના આચારોનું વર્ણન કર્યું છે. ત્યાગી જીવન સ્વીકાર્યા પછી તેમની સંયમ સાધના નિરાબાધ કેવી રીતે રહે તે બધો મર્યાદામાર્ગ આમાં બતાવ્યો છે. તે આ મર્યાદામાર્ગ પ્રમાણે નહિ રહેનાર આચાર્ય હોય તો તે છોડવાલાયક છે, આદિ બીનાનું વર્ણન કરી શ્રીજિનશાસનની કેવી ઉત્તમ મર્યાદા છે તેનું આબેહૂબ દર્શને આ પન્નામાં થાય છે. ૮. શ્રીગણિવિદ્યાપ્રકીર્ણક શ્રીગણિવિદ્યા-આ ગ્રંથ જયોતિષનો છે, જેનો રાત-દિવસ भी गणिविज्जा पयन्नास ઉપયોગ થાય તેવી બાબતો ટૂંકમાં આ ગ્રંથમાં સંકલિત કરવામાં આવી છે અને આનો ઉપયોગ ગચ્છનાયક કરી શકે છે, તેનાથી આ ગ્રંથનું નામ ગણિ-ગણનાયક આચાર્ય તેમને ઉપયોગી એવી વિદ્યા તે ગણિવિદ્યા. આ ગ્રંથમાં પ્રારંભમાં નવ વસ્તુમાં બળાબળનો વિચાર કર્યો છે: ૧. દિવસ, ૨. તિથિ, ૩. નક્ષત્ર, ૪. કરણ, ૫. ગ્રહદિવસ, ૬. મુહૂર્ત, ૭. શુકુનબલ, ૮. લગ્નબલ અને ૯, નિમિત્તબળ. આ નવ બળમાં દિવસબળ કરતા તિથિબળ ચઢિયાતું છે એમ નવ ઉત્તરોત્તર બળવાન છે. અર્થાત્ નિમિત્તબળ સર્વોત્તમ છે. બળમાં કરેલાં ધાર્મિક કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. અનશન, વિદ્યા, લોચ, ઉપસ્થાપના કરવામાં, ભિક્ષા તથા પ્રતિમા વહન કરવાનાં કાર્યોમાં નક્ષત્રો કયાં લેવાં ને કયાં છોડવાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. બવાદિકરણો, દીક્ષાના વારો, છાયામાન, શકુનાદિ, ચર સ્થિર આદિ રાશિઓ, નિમિત્તનાં સ્વરૂપો, આદિ માર્મિક વિષયોનો આ નાના પ્રકરણમાં વિચાર કરવામાં આવ્યો છે. મોક્ષના અનુયાયી વર્ગને તે માર્ગ ઉપર નિરાબાધ પ્રવૃત્તિ થાય, વિપ્નો ન આવે અને સહુ શ્રી ગણિવિજજા પયનામાં જયોતિષ સંબંધી પ્રાથમિક માહિતીઓનું વર્ણન છે. દિવસ, તિથિ, , મુહર્ત, શુકન, લગ્ન, હોરા, નિમિત્ત વિગેરેનું વર્ણન છે. ગણિ, માચાર્યને પ્રતિષ્ઠા, દીયા, તપસ્યા, ઉપધાન આદિનાં જરૂરી મુહર્ત શુદ્ધિનો અધિકાર આમાં વર્ણવ્યો છે. ૫૮ આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy