________________
यान पयन्ना सूत्रम्
महाप्रत्याख्यान पयन्ना
તૃપ્ત થતો નથી. જેઓ છોડે છે તેઓ જ ધન્ય છે. નિષ્કષાયી આત્મા પચ્ચકખાણનું પૂર્ણફળ પામે છે. આ પ્રમાણે અંત વખતે જે ધીર અમૂઢતાપૂર્વક પચ્ચખાણ-અનશન કરે છે તે ક્રમશઃ શાશ્વત સુખને પામે છે.
૩. શ્રીમહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક પૂર્વના આતુરપ્રત્યાખ્યાનમાં આરાધનાના ટૂંક પરિચયની વાતો મુખ્યતાએ દેશ-વિરતિધર માટે વર્ણવી, જ્યારે મહાપ્રત્યાખ્યાનમાં સર્વવિરતિધર માટે વિસ્તારથી આરાધના વર્ણવવી જોઈએ માટે આ પન્નાનું નામ મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક રાખ્યું છે. આમાં પ્રત્યાખ્યાન ત્યાગનું વિશદ વર્ણન
આ પથનામાં સાધુઓએ અંત સમયે કરવા લાયક આરાધનાનું ખાસ વર્ણન છે. કતોની નિંદા- પાયાનો ત્યાગ-પંડિત મરણની અભિલાષા અને પ્રસંશા, પોદ્દગલિક માહારથી થતી અતૃપ્તિ પાંચ મહાવ્રતોનું પાલન અને આરાધનાનું વર્ણન છે.
પ્રારંભમાં શ્રીતીર્થંકરદેવ, સિદ્ધપરમાત્મા તથા સંયતોને નમસ્કાર કર્યો છે. ત્યાર બાદ પાપ અને દુશ્ચરિત્રની નિંદા કરતાં થકાં તેનું પચ્ચખાણ કર્યું છે. અને ત્રિવિધે નિરાગાર સામાયિક અંગીકાર કરવાનું કહ્યું છે. બાહ્ય અભ્યતર ઉપાધિના ત્યાગ સાથે હર્ષ, દીનતા, ઉત્સુકતા, ભય, શોક, રતિ, અરતિ, આદિ દોષોનો ત્રિવિધ ત્યાગ વર્ણવ્યો છે. પછી એકત્વ ભાવનાની ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરતાં આત્માને ઉપદેશરૂપ ગાથાઓ કહી છે, જેમ કે “ફોડૐ નલ્થિ મે હો” “સર્વે સંગાર્નિવસ્ત્ર” || ગાથા ૧૩-૧૪-૧પ-૧૬, સંયોગ જ સંસારનું મૂળ છે, માટે તેને ત્રિવિધ ત્યાગ કરવા ઉપર મહત્ત્વ આપ્યું છે.
વિના અલોયણે વિના શલ્ય-ઉદ્ધારે, આત્મા કર્મથી મુક્ત થતો નથી તે માટે માર્ગદર્શન આપતાં જણાવ્યું છે કે ગુરુમહારાજ પાસે પાપ પ્રકાશન કરી શુદ્ધ થઈ સંથારાને-અનશનને સેવે.
આગમની સરગમ