SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ न पयन्ना सूत्रम् श्री आउर पच्चक "पंडित पंडित मरण 'તમરા" "बाल पंडित मरण 'बालमरण મરણ વખતની આરાધનાનો ક્રમર૫ માર્ગ આ પન્નામાં છે. જલાલપંડિતમરણનું લક્ષણ જણાવી દેશવિરતિનું લક્ષણ, પાંચ અણુવ્રતો આદિવ્રતો જણાવ્યાં છે. આવા બાલપંડિતને અચાનક મરણ આદિના પ્રસંગે મરણની વિધિ તથા ભક્તપરિજ્ઞાની ભલામણ સાથે વૈમાનિકદેવત્વ ‘પ્રાપ્તિ આદિ ફળ બતાવ્યાં છે. પ્રારંભની લગભગ નવગાથામાં આ અધિકાર આવે છે. પંડિતપંડિતમરણ શ્રીસાધુ-સાધ્વી ભગવંતોને હોય છે. અનશન વખતે અજ્ઞાન, ધ્યાન વગેરે ૬૩ વિષયક મિચ્છા મિદુક્કડમ્' તથા શુભ ધ્યાનને ધારણ કરવાનું જણાવ્યા બાદ શ્રીવીતરાગ પરમાત્માને નમસ્કાર કરવાપૂર્વક પંચ મહાવ્રતના પચ્ચક્ખાણ અને સર્વની સાથે ક્ષમાપના કરાવાય છે, આરાધના કરાવાય છે. આ પ્રસંગે અનંત તથા પરિત્ત સંસારીનું લક્ષણ બતાવ્યું છે. ગુરુનો પ્રત્યેનીક, અતિમોહવંત, સબળચારિત્રી, કુશીલ આદિ અનંત સંસારી આત્માઓનું મરણ અસમાધિપૂર્વક થાય છે અને ગુરુવચન કરવાવાળા, જિન વચનમાં લીન, અસબળ ચારિત્ર આદિ ગુણવાલા, પરિત્ત સંસારીનું મરણ સમાધિપૂર્વક થાય છે. આરંભના પચ્ચકખાણ કરતી વખતે સર્વ જીવો સાથે મારે સમભાવ છે, કોઈની સાથે વેરઝેર છે નથી. હું હવેથી ધનાદિ આશાનો ત્યાગ કરું છું. મરણ વખતે પુનઃ સામાયિક પાઠનો ઉચ્ચાર કરીને આતુરાત્માને ભાવવા લાયક ભાવવાનું વર્ણન છે. અંત સમયે અશાતાવેદનીય કર્મના ઉદયે તીવ્રવેદના ભોગવવાનો પ્રસંગ આવે તો તે સમયે ગભરાવું નહિ. ધૈર્ય રાખી સમભાવે કર્મજન્ય વેદના સહવી, હાયવોય કરવાથી વેદના ઓછી નથી થતી, પણ નવા ચીકણાં અશુભકર્મ ઉપાર્જન થાય છે. નદીના પાણીથી સમુદ્ર, ઇંધણથી અગ્નિ, જેમ તૃપ્ત થતો નથી તેમ આત્મા સંસારના વિષયોથી ACM આ પનામાં અંતિમ સમયે કરવા લાયક આરાધનાનું સ્વરૂપ બાલમરણ, પંડિતમરણ - બાલ પંડિત મરણ, પંડિત -પંડિત મરણનું સ્વરૂપ ખૂબજ સ્પષ્ટતાથી વિચારાઇ છે. આવા પ્રકારના ધ્યનિ જણાવી રોગ અવસ્થામાં શાનાં પચખાણ કરાવા, શું વોસિરાવવું કઇ ભાવનાઓ ભાવવી વિગેરે સમજાવ્યું છે. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy