________________
(શ્રીદશપયન્ના (પ્રકીર્ણદશક)નો ટૂંકો પરિચય
શ્રીદશપયન્ના દશ આગમ છે. જૈનશાસનમાં ૪૫ આગમ પૂજનીય, વંદનીય છે. તે પૈકી દશ આગમો ‘દશ પન્ના'ના નામે પ્રસિદ્ધિ પામેલા છે. - ‘પયન્ના' શબ્દનું સ્વરૂપ પ્રાકૃતમાં ‘પvuT’ને સંસ્કૃતમાં ‘પ્રકીર્ણક' શબ્દથી સંબોધાય છે. “એક સામાયિક પદથી મોક્ષ પામેલા આત્માઓ અનંત છે.” આવી જે શાસ્ત્ર ઉક્તિ છે તેનું રહસ્ય એ છે કે શાસ્ત્રના એક-એક પદના આધારે જીવો મોક્ષે જઈ શકે છે. અર્થાત ઉપદેશ ઘણો સાંભળે પણ તેને કોઈ એક પત્ર એવી અસર કરે છે જેથી તે આત્માની આખી દિશા બદલાઈ-પલટાઈ જાય છે. આ વાત ખ્યાલમાં રાખીને આપણે દશ પન્નાનો વિચાર કરીશું. શાસ્ત્રમાં આવે છે કે શ્રી ભગવંત તીર્થકર દેવના જેટલા શિષ્યો થાય છે. તેઓની જે પ્રકારની યોગ્યતા ગ્રહણશક્તિ હોય તે જોઈને તેને ઉપકારક થાય તેવો ઉપદેશ શ્રીવીતરાગદેવ આપે છે. ત્યારબાદ તે અર્થ સૂત્રમાં સંકલિત થાય છે. અને તેનો સ્વાધ્યાય તેઓ નિત્યપ્રતિ કરતાં હોય છે, આથી ફલિત થાય કે શ્રી મહાવીર સ્વામીજીને ૧૪૦૦૦ શિષ્યો હતા. તો તેઓના ૧૪૦૦૦ સૂત્રો થયાં, પણ તે ભિન્ન ભિન્ન વિષયનાં હોવાથી તેમજ પરિણામ અલ્પ હોવાથી તે પ્રકીર્ણકપયન્ના કહેવાય છે તેવી જ રીતે શ્રી આદિનાથ ભગવાનના ૮૪૦૦૦ સાધુના ૮૪000 હજાર પન્ના હોય છે. વર્તમાન ભગવાન શ્રીમહાવીરદેવના શાસનમાં ૧૪૦૦) પન્ના હોવા છતાં કાળક્રમે લુપ્ત થતાં ૩૦-૪૦ પન્ના મળે છે તે પણ ત્રુટક આદિ દોષથી વ્યાપ્ત છે. તેમાંથી પૂર્વાચાર્યોએ દશ વયનાને પિસ્તાલીશ આગમોમાં સ્થાયી કર્યા છે તેનું સ્વરૂપ વિચારીએ.
૧. શ્રી ચતુઃશરણપ્રકીર્ણક આ પન્નાની રચના શ્રી વીરભદ્રાચાર્યે કરી છે. તેઓશ્રીએ પ્રાંરંભની ૭ ગાથામાં કયા આવશ્યકથી (સામાયિક-ચતુર્વિશતિ સ્તવ આદિ ૬ થી) કયા આચારની શુદ્ધિ થાય તેનું વર્ણન આપ્યું છે અને ૮મી ગાથામાં ૧૪ સ્વપ્નોનાં નામો મંગલ નિમિત્તે જણાવ્યાં છે.
૧. ચતુઃ શરણ:- ૧. અરિહંત પરમાત્મા, ૨. સિદ્ધભગવંતો, ૩. સાધુઓ અને ૪. શ્રીકેવલી ભગવંતે ભાખેલ ધર્મ. આ ચારે પદાર્થોનું શરણ સ્વીકાર્યાનું જણાવ્યું છે.
૨. દુષ્કતગહ - એટલે અજ્ઞાનાદિ વશ થઈને આ જીવે મિથ્યાત્વ, અરિહંતદેવ આદિની આશાતના, જીવોને પરિતાપ, આદિ કાર્યો અને ધર્મ વિરુદ્ધ કથન વગેરે પાપનાં કારણો સેવ્યાં હોય તેની ગુરુ સાક્ષીએ ગહ કરવી તેમ જણાવ્યું છે.
આગમની સરગમ