________________
૪૮
બારમું ઉપાંગ=વદિશા-વૃષ્ણિદશા
श्री वन्हिदशा
सूत्रम्
વૃષ્ણિદશાઃ- બારમા અંગ ૨૩ ષ્ટિવાદનું આ ઉપાંગ છે. આને પાંચમો વર્ગ ગણ્યો છે. આ વર્ગમાં બાર અધ્યયનો છે. અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલા અને અંધક શબ્દનો લોપ થવાથી વૃષ્ણિ શબ્દ રહ્યો. તે વૃષ્ણિ શબ્દને અનુલક્ષીને આ ઉપાંગ તે વૃષ્ણિદશા. નિષધ વગેરે કુમારો-નેમનાથ ભગવાનની દેશના સાંભળીને, જે રીતે સંયમ અંગીકાર કર્યો, જે રીતે આરાધના કરી તે અધિકાર આમાં વર્ણવાયો છે. તેને જણાવનારું આ ઉપાંગ છે. અનુક્રમે અંતકૃતનું નિરયાવલિકા, અનુત્તરોપપાતિકનું કલ્પાવતંસિકા, પ્રશ્નવ્યાકરણનું પુષ્પિકા, વિપાકનું પુષ્પચૂલિકા અને દૃષ્ટિવાદનું વૃષ્ણિદશા ઉપાંગ છે.
શ્રી વન્હિદશા સૂત્ર એ દ્રષ્ટિવાદના ઉપાંગ તરીકે છે. તેમાં અંધકવૃષ્ણિ વંશના અને વાસુદેવ. શ્રી કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષધ વિગેરે ૧૨ પુત્રો અખંડ બ્રહ્મચારી બની પ્રભુ નેમનાથ પાસે દીશા સ્વીકારી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્ર મોક્ષે જશે વિગેરે હકીકત સુંદર શબ્દોમાં જણાવી છે.
આગમની સરગમ