SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું સહુને સદા સ્મરણીયરૂપે, સદા આદરણીયરૂપે, સદા પૂજનીયરૂપે. એ સાગરજી હતા. એ સાગરજી શાસનના થયા હતા. ‘હું શાસનનો અને મારું શાસન'નો નાદ જીવનભર હૃદયના ખેલમાં ચૂંટાયો, જીવનની ગુહામાં ગૂંજ્યો. શાસનને એક જ્ઞાનસંપન્ન-આચારસમૃદ્ધ મહાત્મા મળ્યા. મહાત્માનો પ્રભાવપ્રતિભા-પ્રશંસા ચોતરફ પુરની જેમ ફરી. વળી, સાગરજી મ. એક માણસ ન હતા. એક સંસ્થા ન હતી, પણ સંસ્થાઓનો સમૂહ હતો એમાં કોઈ મીનમેખ નથી. એમની એક-એક ક્ષણ યુગોમાં વિસ્તરી હતી-વિલસી હતી. સાગરજી મ. ઉદાત્ત ભાવનાઓ અને ઉચ્ચ આચારોનો સમુચ્ચય છે. આગમમહી-પ્રદેશના સીમાડે ઊભો એક સશસ્ત્ર સૈનિક છે. તત્ત્વ-સાહિત્યના અદ્વિતીય સર્જક છે. જૈનશાસનની ઇમારતનો મોભ છે, મોભો છો. આદર્શોનું કેન્દ્રસ્થાન છે. સમર્થ શાસ્ત્રકાર છે. શુદ્ધ વ્યાખ્યાનકાર છે. સાગરજી મ. માત્ર વર્તમાનકાળના નથી. એમના જીવનમાં ભૂતકાળની ભવ્યતા પ્રતિબિંબાય છે. એમના જીવનથી ભાવિકાળની મહત્તા અંદાજાય છે. એમણે તીર્થકરની વાણીને, આત્મમાત્રના એ હિતમંત્રોને ઉચ્ચારવાનો, જપવાનો. આગમપંથે ચાલી આપણે વિકાસ ક્રમ નક્કી કરવાનો, ચોમેર શાસનનો વિજય વાવટો ફરકાવવાનો. એક સાધુ તરીકેનો, આચાર્ય તરીકેનો હક્ક સિદ્ધ કર્યો. કેટલાય વિલક્ષણ-વિશિષ્ટવૈજ્ઞાનિક આગમ-પદાર્થો વિદ્વાન વર્ગમાં ફેલાવ્યા એ કોઈનાથી અજાણ નથી. જૈનશાસનના પરમ-પ્રવચનમંત્રોને પેઢી-દર પેઢી માટે મૂર્તિમંત કર્યા. “જિનબિંબ જિનાગમભવિયણ કે આધારા.” આ પંક્તિ અને જિન-પ્રવચનના સમન્વય ગાતાં આગમ-મંદિરો આજેય સાગરજી મ.ની કૃપાનાં સાક્ષી છે.
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy