SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વાચનાનો આવો પ્રભાવ સાંભળી ચાણસ્મા ગામના આગેવાન શ્રી સૂરજમલભાઈ વકીલ પણ ખાસ વાચના-શ્રવણ કરવા માટે સુરત આવેલા. ખાસા દિવસ રોકાયેલા વાચના-શ્રવણથી ભીના ભીના થઈ ગયેલા. તે વખતે આચાર્યદેવ શ્રી રામચન્દ્રસૂરિ મ. પણ સુરતમાં જ છાપરિયાશેરીમાં બિરાજમાન હતા. એમનાથી પણ સૂરજમલભાઈ સુપરિચિત અને સુપ્રભાવિત હતા એટલે એક દિવસ છાપરિયાશેરી વ્યાખ્યાન સાંભળવા ગયા. વ્યાખ્યાન બાદ આચાર્યદેવશ્રી પાસે બપોરના સમયે બેઠા હતા ત્યારે એમણે કહ્યું સાહેબ! વ્યાખ્યાનમાં તો આપની માસ્ટરી કહી શકાય ત્યારે આચાર્યદેવશ્રીએ જણાવ્યું કે, “સુરજમલ! વ્યાખ્યાનમાં હું આગળ હોઈ શકું, પણ વાચનામાં તો અભયસાગરજીની તોલે કોઈ આવી શકે એમ નથી”. જ સૂરજમલભાઈના મોઢેથી જ આ હકીકત સાંભળી ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે હું ગદ્ગદ બની ગયેલો. ' હવે પછીની આગમ-વાચના પાલિતાણા કલ્યાણ ભુવનમાં થયેલી. એ સંવત હતી, વિક્રમની ૨૦૩પની. આ વાચનામાં નિશ્રા હતી ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરિ મ. અને પૂજ્ય પંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવશ્રીના આબાલસાથી પૂજ્ય પંન્યાસ શ્રી સૂર્યોદયસાગરજી મ. (હાલ પૂ. ગચ્છાધિપતિશ્રી) અને પૂજ્ય પંન્યાસ શ્રી સૌભાગ્યસાગરજીમ. આદિ ૪૦થી પ૦ પૂજ્ય સાધુ ભગવંતો. ૨૫૦થી ૩૦૦ પૂજ્ય સાધ્વીજી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાની સંખ્યા તો ચિક્કાર... મોતા સુખીયાનો વિશાળ હોલ પણ નાનો પડવા લાગ્યો ત્યારે અને પેરેરલ સમાન ઊંચાઇએ ચારે બાજુ સ્ટેજનો વધારો કરવો પડ્યો હતો. આ આગમ-વાચનામાં સવારે ૯.૦૦થી ૧૦.૩૦ સુધી ધર્મબિન્દુ અને શત્રુંજય મહાભ્ય ગ્રંથ ઉપર વિવેચન થતું અને બપોરે ૧.૩૦થી ૨.૩૦ ધર્મસંગ્રહ ભાગ-૨ ઉપર વિવેચન થતું અને એ પછી ૨.૩૦થી ૩.૧૫ સુધી આચારાંગ સૂત્ર પ્રથમ અધ્યયન સંપૂર્ણ વંચાયું અને સાથે આવશ્યક નિર્યુક્તિના પણ પદાર્થો ઉપર વિશ્લેષણ થતું. આ ચોમાસાની બીજી વિશેષતા એ હતી કે પૂજ્ય દાદાગુરુદેવ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ની અંતિમઇચ્છાનુસાર ખાસ માલવપ્રાન્તના ભાવિકોને ચોમાસુ કરવાનો ચાન્સ આપવો. આ માટે ૧૨૫ જેટલા માલવાના અને રપ૦ જેટલા ગુજરાતીઓને સમૂહ ચાતુર્માસ કરાવવામાં આવેલું. તેઓની બધી જ વ્યવસ્થા પૂજ્યશ્રીના ભક્તવર્ગે કરી હતી અને સંચાલનનો બોજ છાણીવાળા શ્રી કુસુમચન્દ્ર મંગળદાસ પારેખે ઉપાડ્યો હતો. વિ. સં. ૨૦૩૭નું ચોમાસુ પણ પાલિતાણામાં જ થયેલું, પણ એ જગ્યા હતી આગમ મંદિરની! આગમ-મંદિરના સુવિશાળ સ્વાધ્યાય હોલને આગમનાં વિવિધ ચિત્રપટો દ્વારા સજાવવામાં આવ્યો હતો. અહીં થયેલી વાચનામાં એમ લાગે છે કે જાણે ગુરુદેવશ્રી બારેખાંગે વરસ્યા હતા. કે સવારે ૯થી ૧૦ વાગ્યા સુધી શ્રી આચારાંગ સૂત્રનું બીજું અધ્યયન સંપૂર્ણ વંચાયું. ૧૦થી ૧૦.૩૦આવશ્યક ક્રિયાનું રહસ્ય અને વિધિ પ્રેક્ટિકલી સમજાવવામાં આવતું. એમાં પર્યુષણ આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy