SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાચનામાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના ગ્રૂપ સિવાય. આ. શ્રી રામચન્દ્રસૂરિજીના ૫. શ્રી અમરેન્દ્રવિજયજી પૂ. મોહનલાલજી મ.ના પં. શ્રી ચિદાનંદ મુનિ આદિ તેમ જ પૂ. બાપજી મ.ના સમુદાયના ૩૫ જેટલાં સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ આદિ વિશાળ શ્રોતાવર્ગ હાજર રહેતો. છેલ્લે પોષ દશમીના સમૂહ અઠ્ઠમતપની આરાધના પણ સુપેરે થવા પામી હતી. વળી વિ. સં. ૨૦૩૦ના ચોમાસામાં ફરી ઉજમફઈની ધર્મશાળા અમદાવાદમાં જ ચાતુર્માસ થવા પામ્યું. અહીં આ વખતે પણ આગમ-વાચના આયોજિત થવા પામેલ. આ ચોમાસાનો પણ એક ઇતિહાસ છે. ભારત ગવર્નમેન્ટ દ્વારા ભગવાન મહાવીર પ્રભુની ૨૫૦૦મા વર્ષની વિકૃત ઉજવણીના પડઘમ જોરશોરથી વાગતા હતા એના ઉપર રોક લગાવવા મહોપાધ્યાય દાદાગુરુદેવ શ્રી ધર્મસાગરજી મ. અદાલતીના રસ્તે આગળ વધી રહ્યા હતા અને એ માટે આ ચોમાસુ અમદાવાદમાં કરવું જરૂરી હતું અને એ જ સંદર્ભમાં સાબરમતી જૈન સંઘમાં ચોમાસુ પ્રાયઃ સુનિશ્ચિત થયું હતું, પણ પાછળથી સાબરમતી સંઘે જ પોતાના સંઘમાં ચોમાસુ ન કરવા વિનંતી કરી હતી. એની પાછળ કારણ એ હતું કે સરકાર દ્વારા આયોજિત ઉજવણીના મુખ્ય સૂત્રધાર જેવા કસ્તુરભાઈ લાલભાઈ હતા અને એનો વિરોધ કરનારા જ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. હતા. હવે પોતાના જ સંઘમાં કસ્તુરભાઈના વિરોધમાં અવાજ ઊઠે એ સાબરમતી સંઘને પોષાય એમ ન હતું. પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે તુર્તજ સાબરમતી ચોમાસાનો નિર્ણય પાછો લઇ લીધો... પણ ચોમાસુ કરવું છે તો અમદાવાદ જ તો ક્યાં કરવું? નિર્ણય લીધો કે ઉજમફઈની ધર્મશાળામાં જ કરવાનું રાખીએ. એ માટે ખુદ કસ્તુરભાઈને જ પોતાની અપેક્ષા જણાવી, કેમ કે ઉજમફઈની ધર્મશાળા એ કસ્તુરભાઈના પરિવારની કહેવાય કસ્તુરભાઈનો આખો પરિવાર અહીં જ પર્યુષણ આદિ આરાધના કરે. કસ્તુરભાઈએ તરત જ ખુશી સાથે સંમતિ દર્શાવી. એક બાજુ ૨૫૦૦મી નિર્માણ ઉજવણીવર્ષના તરફદાર અને બીજી બાજુ વિરોધદાર... છતાં બંનેએ એકબીજાને સમજી લીધા અને ચોમાસાની જય બોલાઈ ગઈ. એના સમાચારથી સાબરમતીનો સંઘ હબકુ ખાઈ ગયો. આશ્ચર્યચકિત બની ગયો કે જેના માટે આપણે ચોમાસુ કેન્સલ કર્યું એ જ કસ્તુરભાઈએ પોતાના જ ઉપાશ્રયમાં (ઉજમફઈની ધર્મશાળામાં) ચોમાસુ કરાવ્યું. આ ચોમાસામાં પણ વાચનાનું બહુ જ સુંદર અને સરસ આયોજન થયું. અષાઢ વદ-રથી આગમ-વાચના શરૂ થઈ ત્યારે ભવ્ય આગમ-યાત્રા નીકળી અને વાચના સંબંધી વિવિધ ચિત્રપટોથી સજાયેલા ખંડમાં વાચનાનો શુભારંભ થયો. એમાં સુયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુત સ્કંધનું વાંચન કા. સુ. ૧૦ સુધી ચાલ્યું. બપોરે ૨.૩૦થી ૪.૦૦ સુધીની વાચના પૂજ્ય ઉપાધ્યાયજી મ.ની નિશ્રામાં થતી. આ વાચનામાં ચતુર્વિધ સંઘના લગભગ પ00થી પ૫૦ ભાવુકો લાભાન્વિત બનતા. એમાં અન્ય ગચ્છીય અને અન્ય સમુદાયી પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી (પૂ. બાપજી મ.ના)આદિ પૂજ્યો પણ પધારતા હતા. આગમની સરગમ
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy