________________
ગીતાહન ]
એવા તે આત્મસ્વરૂપને જાણીને મૃત્યુના મુખમાંથી મુક્ત થવાય છે.
[ ૬૭૭
છ પ્રકારના વિકારોથી તદન રહિત છે, તો પછી જરા અને મરણને તો તેમાં સંભવ કયાંથી હોય? એ. નિશંક બનીને દઢ નિશ્ચય કર. આ જે જે કાંઈ સઘળા દશ્ય પદાર્થો જેવામાં આવે છે, તેની સાથે તારો કિંચિત્માત્ર પણ સંબંધ નથી અને તેને પણ તારી સાથે તલભાર સંબંધ નથી. કેમ કે તમામ દશ્ય પદાર્થો રજજુમાં(દેરડીમાં) કલ્પાયેલા સર્ષની જેમ તદ્દન મિથ્યા છે અને તું તે તે સર્વથી તદ્દન જુદો અને અસંગ એવો આત્મસ્વરૂપ છે. આ ભાસતું તમામ દસ્ય જગત મિથ્યા હોવા છતાં અજ્ઞાનથી જ સાચા જેવું પ્રતીત થાય છે, તેથી તું તેમાં એટલે જગતમાં સત્યબુદ્ધિ નહિ રાખતાં બ્રહ્મબુદ્ધિ રાખ એટલે આ સર્વ દશ્ય આત્મા અથવા બ્રહ્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) જ છે એવી દઢ બુદ્ધિ રાખ. આમ જો તું તેમાં બ્રહ્મબુદ્ધિ રાખીશ તે પછી તને તેમાં મિથ્યા મૃગતૃષ્ણ થવાને કદી પણ સંભવ રહેશે નહિ.
ચાર પ્રકારના નિશ્ચય ચાર નિશ્ચયો પિકી વિચારશીલ અને આત્મસ્વરૂપ એવા મારી પ્રાપ્તિની ઈરછા કરનારા નિષ્કામ ભકતના મનમાં ત્રણ પ્રકારના નિશ્ચય હેય છે તથા તે સિવાયના સર્વ લેટેમાં હું પગથી માંડીને ઠેઠ માથા સુધી (નખશિખાંત) માતાપિતાને જ બનાવેલો છું અર્થાત માતાના ઉદરમાંથી પેદા થયેલો એવો હું એટલે આ શરીર જ છે એવા પ્રકારનો નિશ્ચય હોય છે. એ રીતે એકંદરે ચાર નિશ્ચયો છે. આ શરીર એટલેં જ હું એવો નિશ્ચય અવિચારવાળાઓને જ હોય છે. ખોટા વિચાર વડે થયેલો હોવાને લીધે તે નિશ્ચય પુરુષને બંધનમાં નાંખે છે. આ નિશ્ચય તે પ્રથમ નિશ્ચય કહેવાય છે. દેહ ઇકિયાદિ સહ સધળા દશ્ય પદાર્થોથી હું તદ્દન બિન છું તથા સૂકમથી પણ અતિ સૂક્ષ્મ એવો છું, એ મુજબ તમામના સાક્ષી કિવા દ્રષ્ટાભાવને જે
શળ એવા સ્વસ્વરૂપને જણાવનારો હોવાથા ક્રમે ક્રમે મેક્ષ આપનારી જ નીવડે છે અને તે વિચારશીલ એવા સુજનોને થાય છે. ત્રીજો નિશ્ચય “હું એટલે આ અનંત પદાર્થોથી ભરેલા દશ્ય એવા જગતરૂપ હેઈ અવિનાશી છે. અર્થાત અહંમમાદિ સર્વભાવે હું જ છે, એવા પ્રકારનો સર્વાત્મભાવ૫ સમજો. આ નિશ્ચય શરીર એટલે જ આત્મા એવી સંકુચિત ભાવનારૂ૫ ભ્રાંતિને છોડાવી આત્માના વ્યાપકપણાને સિદ્ધ કરનારો હોવાને લીધે એ પણ મોક્ષને માટે ઉપયોગી છે તથા ચોથો નિશ્ચય આ દેહાદિક સહ જગતાદિ તમામ દશ્ય કદી પણ છે જ નહિ, આત્મામાં કદી કાંઈ ઉત્પન્ન થવા પામેલે જ નથી પરંતુ તે તમામથી રહિત જે અખંડ સત્વરૂપી પરબ્રહ્મ છે તે જ હું છે. એ નિઃશેષભાવ૫ જે નિશ્ચય તે ચોથે નિશ્ચય છે. આ નિશ્ચય સર્વ દક્યોના બાધપૂર્વક એટલે (જાગ્રત થતાં સ્વપ્નને બાધ થાય છે તેમ) દશ્યાદિને બાધ થઈ પોતાના વાસ્તવિક સ્વરૂપને જણાવનારે હેવાથી મેક્ષની સિદ્ધિને માટે છે, એમ સમજવું.
જગત મિથ્યા છે તે તે કેવી રીતે દેખાય છે? આ ચાર નિશ્રામાં હુ” માતાપિતાથી ઉત્પન્ન થયેલો એવો દેહજ છું, એ જે પ્રથમ નિશ્ચય કહેવામાં આવ્યો તે મલિન ભાવનાવાળો હેવાથી બંધનમાં પાડનારે છે અને તે જેઓ વિચારશીલ હતા નથી એવા અવિચારીઓમાં જ હોય છે. હે સૌમ્ય ! આ જગતમાંના તમામ જીવો મોટે ભાગે આ નિશ્ચય વડે જ થાવર, જગમાદિ તેમ જ પશુપક્ષ્યાદિ અને મનુષ્યાદિ અનેક જડચેતન યોનિઓમાં પડી દુઃખભાગ ભોગવ્યા કરે છે અને અનંત વિષયવાસનાઓ કે જે મૃગજળવત છે તેનું ચિંતન કરી પરાધિન થઈ પોતાને હાથે જ નરકવાસમાં સબડી રહેલા છે. આ બધું દશ્યજાળ જે તારા જોવામાં આવે છે તે સર્વે આ પ્રકારના અવિચારી, અવિવેકી અને મૂઢ જીવોનું સ્વપ્નવત તથા ભ્રમમૂલક એવું મિથ્યા મગજળ છે, એમ તું સમજ. પિતતાના મિયા સંકલ્પ વડે ચાલી રહેલે આ ગાડી ખેલ સ્વપ્ન પ્રમાણે મિથ્યા અને અસત હેવાને લીધે અનિર્વચનીય થઈ પડ્યો છે. તૃષ્ણારૂપી મિથ્યા મોહજાળમાં પિતાના હાથે જ ફસાયેલા મૂઢ છે, અનેક પ્રકારના સ્વખે પિતાના મનમાં સંકલ્પવિકલ્પ વડે જોયા જ કરે છે અને મૃગતૃણુરૂપ વિષેની પાછળ જ સતત ભસતા રહે છે અને પાકી જાય છે. મનરપી મિથ્યા માની લીધેલા ભમ વડે આ સમસ્ત ઇંદ્રજાળ !