________________
૧૭૬]
निचाय्य तन्मृत्युमुखात्प्रमुच्यते ॥ कठ,
[સિદ્ધાન્તકાડ ભ૦ ગી ૦ ૦ ૧૫.
થાય છે. જેમ કે એક જમીનના પાંચ, પચાસ કે સો ટુકડા કરવામાં આવે અથવા એક જ ઘરની વહેંચણી થતાં તેના પાંચ ભાગલા પડવાથી જુદા જુદા પાંચ માલિકે બનતાં પાંચ ધરો કહેવાય. આમ જેમ એક જ ધર પાંચ રૂપે ગણાય કિંવા એક જ જમીન સો રૂપે થયેલી ગણાય એ રીતે એકમાં જ અનેકત્વની કલ્પના કરવામાં આવે છે અથવા પૃથ્વી, જળ, વદ્ધિ અને વાયુ એ ચારે મહાભૂતો તથા તેમાંના અસંખ્ય ભેદને અંતે એક આકાશમાં જ અવકાશ મળે છે કિંવા ગમે તેટલી નદીઓ હોય પરંતુ તે સર્વનો અંત તે એક સમુદ્રમાં જ થઈ જાય છે, તેમ આ જુદા જુદા અન તરૂપે ભાસનારા તમામ દશ્યનો સમાવેશ તે છેવટે એક આત્મા કિંવા બ્રહ્મમાં જ થાય છે; એવા આ બ્રહ્મનું પ્રતિષ્ઠા એટલે અસ્તિ યા સ્થિતિપણાનું સ્થાન હું જ છે અને આ હું તો બ્રહ્મ(વૃક્ષાંક ૧)૨૫ જ છે. ઉદેશ એ છે કે, જેમ પાણી પોતે તે તદ્દન અનિર્વચનીય છે તેને પોતાને ખબર પણ નથી કે હું પાણી છું તથા મને કેાઈ સમુદ્ર, નદી, તળાવ, સરોવર, ફીણ, પરપોટા કિંવા તરંગે કહે છે અથવા મારામાં તેવું કાંઈ છે, તે તો બધું સાક્ષી જાણે છે. જે આમ જાણનારો સાક્ષી ન હેત તે તેને પાણી છે એમ કહેવાપણું પણ રહેત જ નહિ, પરંતુ આ પાણી છે એવું ભાન તે સાક્ષી વડે જ થાય છે; તેમ જ જળતરંગાદિ પાણી રૂ૫ છે એવું પણ તેના વડે જ જાણી શકાય છે, તેમ આ બ્રહ્મ પતે તે નિવિકાર,અવ્યય, અમૃતરૂ૫, શાશ્વત ધર્મવાળું, તદ્દન રિથર અને સુખરૂપ અને બ્રહ્મરૂપ એવા પોતે પિતામાં, પોતાપણાના એક જ અંતવાળું અને તદ્દન નિરુપાધિક એવું છે; છતાં તે પોતે જ પિતામાં જ્યારે હું એવા દસ્ય કિંવા સાક્ષીભાવને પ્રાપ્ત થાય છે ત્યારે જ જાણી શકાય છે, કે આ બધું જગતાદિ દશ્ય પાણીમાંના તરંગાદિની જેમ બ્રહ્મરૂપ જ છે તથા અનિર્વચનીય એવું સર્વનું અંતિમ સ્થાન બ્રહ્મ કરીને કંઈ છે અને હું પોતે પણ તે બ્રહ્મસ્વરૂપ જ છે. આ રીતે પોતાની અને બ્રહ્મની એકતા જાણી લઈ આ બધું પણ બ્રહ્મરૂપ છે અને હું પણ તે રૂ૫ છે તેમજ આ દસ્યાદિરૂપે ભાસતું પ્રકટ સ્વરૂપ પણ બ્રહ્મરૂપ એવો હું જ છે. આ પ્રમાણે બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ જાણવામાં આવે તો પણ ત્રણ ગુણેને ઓળંગી શકાય છે.
હું કેણ તે તે જાણ્યું ને? હે અર્જુન! હવે હુ' કેણું છે તે તું સારી રીતે જાણી શકયો ને? તે જે મારું સ્વસ્વરૂપ જાણવાની ઇરછા વ્યક્ત કરી હતી તે હવે તારા જાણવામાં આવ્યું ને? અરે ! જેને વિષે આ જગત રહ્યું છે તે બ્રહ્મ છે, જેના થકી આ જગત ઉત્પન્ન થયું છે તે પણ બ્રહ્મ છે, જે સાધન વડે આ જગત ઉત્પન્ન થાય છે તે સાધન પણ બ્રહ્મ છે, જેના સંબંધમાં આ જગત રહ્યું છે તે પણ બ્રહ્મ છે, જેને ઉદ્દેશીને અહીં જે જે કાંઈ બલિદાનાદિ આપવામાં આવે છે તે સર્વ પણ બ્રહ્મ છે, જે કઈ સ્વતંત્ર કર્તારૂપે પિોતે કરે છે તે પણ બહ્મ છે તથા પ્રોજક કર્તા એટલે બીજા પાસે કરાવે છે તે પણ બ્રહ્મ છે, કેમ કે તે બ્રહ્મા જ સર્વનું આદિ કારણ છે, સર્વથી પહેલાં પ્રસિદ્ધ છે, ૫ર તથા અપર આદિના પણ પરમ કારણરૂપ છે, સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહિત છે. જેમાં સર્વ છે, જે સર્વમાં છે તથા જેમાં કાંઈ પણ છે જ નહિ એવું નિશેષપદ ઇત્યાદિ બધું બ્રહ્મ જ છે તથા તે બ્રહ્મ એ જ હું છે. આમ “હું ૨૫ એવું બ્રહ્મ જ બ્રહ્મમાં બાવડે બહાને ભાસી રહ્યું છે, એમ નિશંક જાણુ.
અધ્યાય ૧૫ જગતમાંથી મિથ્થાબુદ્ધિને ત્યાગ કેવી રીતે કરે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે ભારત ! અત્યંત ગુત્રમાં ગુહ્ય અને જાણવા૫ણુના પરમાવધિાપ એવું સર્વોત્તમ શ્રેષ્ઠ જ્ઞાન દઢતાને અર્થે તને ફરીથી કહું છું, તે તું સારી રીતે લય દઈને સાંભળ. આ અત્યંત ગાખજ્ઞાન | ગુજ્ઞાન સમજવાને માટે પ્રથમ તો બંધ કરનારા નિશ્ચયો તથા મુક્ત કરનારા નિશ્ચયનું સ્વરૂપ સારી રીતે જાણવું જોઈએ. હે બુદ્ધિશાળી ! પ્રથમતઃ તે તું આત્મા અજન્મા હોઈ તે વધવું વટવું વગેરે