SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા દેહન ] આત્મસાક્ષાત્કારી જ્ઞાની હંમેશાં આત્મનિગ્રહિત મનવાળા હેવાથી જ– [ ૬૩૧ ભરેલો હોઈ દુઃખરૂ૫ છે, ક્ષણિક છે, નાશવંત છે, એવા પ્રકારે તેમાંના દુઃખો તથા દોષાને વારંવાર વિચારવા. મ થવાથી ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય ઉપજે છે. ભોગોમાં કિંચિત્માત્ર પણ કદી પ્રીતિ થતી નહિ તે જ અસકિત કહેવાય. જે વરતુ પિતાની નહિ હોવા છતાં મારી છે, એમ માની લેવું તે અભિવૃંગ કહેવાય છે; જેમ કે શરીર મારું, ઘર મારું, પુત્ર, સ્ત્રી વગેરે મારાં છે એમ માનવું છે અને આ રીતે નહિ માનવું તે અનભિવંગ, અર્થાત શરીર, સ્ત્રી, પુત્ર, ઘર વગેરેને ઠેકાણે મોહ વડે તે મારે છે એમ નહિ માનતાં તે ઉપરનું મમત્વ છેડવું. ટૂંકમાં વ્યવહારના ભાગોમાં વિષયલંપટ નહિ બનતાં વૈરાગ્યશીલ થવું તેનું નામ જ અનભિન્કંગ. ઈષ્ટની પ્રાપ્તિ થવાથી હર્ષ નહિ કરો તથા અનિષ્ટની પ્રાપ્તિ થતાં દુઃખ નહિ કરવું, દષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં નિત્યપ્રતિ સમચિત્તપણું હોવું અર્થાત આ. ઇષ્ટ અને અનિષ્ટ બંને આત્મરવરૂપ જ છે, એ રીતે બંને ભામાં સર્વદા કેવળ એક આત્મસ્વરૂપની જ ભાવના રાખવી, ચિત્તને આત્મામાંથી કિંચિત્માત્ર પણ કદી તળવા નહિ દેવું તે જ ચિત્તનું સમપણું છે. मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी। विविक्तदेशसेवित्वमरतिर्जनससदि ॥११॥ અનન્ય તથા અવ્યભિચારિણી ભક્તિની વ્યાખ્યા આત્મવરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં અનન્ય એટલે જુદાપણાની ભાવના નહિ રાખતાં ઉપાય અને ઉપાસક બંને એક જ છે એવી રીતનો દઢ નિશ્ચય કરી તેવા યોગ અથવા અભ્યાસવડે અવ્યભિચા ભક્તિ કરવી એટલે કે ગમે તેવાં પ્રતિકૂળ કારણે કિંવા સંજોગો ઉત્પન્ન થવા પામે છતાં પણ અંતઃકરણમાં જુદાપણાની ભાવનાને લેશ પણ કદી ઉદય થવા નહિ પામે એવી સાવચેતી રાખવી, તેનું નામ જ અવ્યભિચારિણી ભક્તિ છે. તાત્પર્ય કે હું, તું, તે, આ, મારું, તારું, મને, તને ઈત્યાદિ કાઈ ભાવોને અંતઃકરણમાં કદિ પણ ઉત્પન્ન થવા નહિ દેવા તથા જે કદાચ થાય તો તે આત્મસ્વરૂપ એવા મારું જ રૂપ છે, મારાથી ભિન્ન એવું કાંઈ છે જ નહિ એટલું જ નહિ પરંતુ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ દૈતપણાની ભાવનાને કદી ઉદય થવા પામે નહિ તેનું નામ જ અવ્યભિચારિણી તથા અનન્યભક્તિ કહેવાય. સારાંશ એ કે ગમે તેવા પ્રસંગમાં મનુષ્ય મૂકાયો હોવા છતાં જે પોતાના ચિત્તને આ રીતે અનન્યભાવે આત્મસ્વરૂપ એવા ભગવાન સ્વરૂપમાંથી કિંચિત્માત્ર પણ ચલાયમાન થવા દેતા નથી તે જ ખરી અવ્યભિચારિણી ભક્તિ કરનારો કહેવાય. આ સિવાયની ભક્તિ તે સર્વ વ્યભિચારિણી કિંવા દાંભિક કહેવાય. આ અવ્યભિચારો ભક્ત શાંત, પવિત્ર અને મનને આનંદ ઉત્પન્ન કરે એવા શુદ્ધ વાતાવરણમાં જ્યાં વધુ ગરમી કિંવા વાયુથી ત્રાસ થાય નહિ, વધ પ્રકાશ પણ ના હોય તેમ તદ્દન અંધકાર પણું ને હય, નજીક મીઠા પાણીનાં ઝરણુઓ વગેરે હોય. તદન શુદ્ધ, પવિત્ર, મનને આનંદ ઉત્પન્ન કરે તથા વિષયી લેકના ઘોંઘાટથી રહિત હોય એવા એકાંત સ્થાનનું જ સેવન કરે છે અને વિષયી જનોનાં ટોળાં પ્રત્યે તેને રવાભાવિક રીતે જ અપ્રીતિ એટલે કંટાળા હોય છે. अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यतोऽन्यथा ॥१२॥ આનું નામ જ્ઞાન અને આનાથી ઊલટું તે અજ્ઞાન આત્મા અને અનાત્માના વિવેકવડે આત્મા જ નિત્ય છે એ પ્રમાણે જેનો દઢ નિશ્ચય થયેલ હોઈ એવા અધ્યાત્મજ્ઞાનમાં જ જે નિત્યપ્રતિ રમમાણ થયેલ હોય છે તે અધ્યાત્મજ્ઞાનનિત્યત્વપણું, તેમ જ તત
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy