________________
૬૩૦ ]
ચતુ વિજ્ઞાનવામવત ગુજ્જન જનસા રાણા
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ બી. એ. ૧૩/૧૨
જ નહિ એમ જે જુએ છે તેને જ દેખતો સમજવો. દેરામાં જેમ મણિઓને સમુહ રહે છે તેમ આ સર્વ દય મારામાં જ પરોવાયેલું છે તથા હું તે અનિર્વચનીય એવો આત્મા જ છે એવું જે જાણે છે તે જ ખર જ્ઞાતા છે. હું નથી, જીવ નથી, જગત નથી, પરંતુ આ ભૂત, વર્તમાન અને ભવિષ્યની અંદર કેવળ એકરસાત્મક એવું આત્મ ચૈતન્ય જ છે, એવું જે જુએ છે તેને જ ખરો દેખતો સમજ. જેના હું તથા 'તુંપાદિ ભાવો નિવૃત્તિને પનેલા છે કિંવા આત્મામાં જ લયને પામ્યા હોય તે જ ખરો દેખતો સમજવો. સુખ, દુ:ખ, જન્મ, મરણ, ઈરછા, દ્વેષ, નિત્યાનિત્ય વિવેકને લીધે ઉત્પન્ન થયેલ આત્મવિચાર, એ સઘળ હું જ છે; એ રીતે જે સર્વ બ્રાતિથી તદ્દન રહિત થયો હોય તે જ ખરો જ્ઞાની છે. આ જગતાદિ સમસ્ત દજાળ આત્મસ્વરૂપ જ છે, એવા દઢ નિશ્ચયને લીધે જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં છતાં પણ કઈ પ્રવૃત્તિમાં આસક્તિને પામતો નથી, તે પુરુષ જ સાક્ષાત મહેશ્વર છે. જે પુરુષ જાગ્રત, સ્વપ્ન અને સુખથી છૂટ્યો છે. મૃત્યુના પણું આત્મરૂપ થયેલ છે. સૌમ્ય છે, સમતાવાળો છે અને હમેશાં તુર્યપદમાં
જ સ્થિત રહે છે, તેવો પુરુષ જ ઉત્તમ પદને પામી ચૂક્યો છે એમ જાણવું. આમ ઉતમ પદમાં સ્થિત થયેલ ચિતન્યસ્વરૂપ એવો હું જ છે અને આ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ પણ અહેમમાદિથી રહિત આત્મસ્વરૂપ એવા મારું જ મારાપણાથી રહિત અને અભિન્ન એવું સ્વરૂપ છે અને જે આવા જ્ઞાનવાળો છે તે જ ખરો જ્ઞાતા છે એમ જાણું, એમ મેં ઉપર કહ્યું છે. હવે તે જ્ઞાન તથા ય સંબંધમાં જે પૂછયું છે તે કહું છું.
अमानित्वमदम्भित्वमहिसा क्षान्तिराजेवम् । आचार्योपासनं शौचं स्थैर्यात्मवनिग्रहः ॥८॥ इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एवं च। जन्ममृत्युराव्याधिदुःखदोषानुदर्शनम् ॥९॥ असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु । नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥१०॥
જ્ઞાનના ઉપાય અમાનિત્વ એટલે માનની ઈચ્છા ન હેવી, અદંભિત્વ એટલે મિથ્યા ડોળ કિંવા દંભથી રહિતપણું અર્થત લો પાસેથી માન, મરતબો મેળવવાને લેકૈણારૂપ બેટા ડેળને સહેજ પણ સ્પર્શ થવા નહિ દે તેનું શરીર વાણું કિવા મન થકી પણ કદી હિંસા કરવી નહિ તે અહિંસા: ક્ષાંતિ એટલે ક્ષમા; જેવું અંદર હોય તેવું જ બહાર વર્તન રાખવું એટલે અંદર એક અને બહાર જુદું એવું વર્તન ન હોવું તે આર્જવ કિંવા સરળતા, તત્ત્વજ્ઞાનના માર્ગદર્શક આચાર્યો, ગુરુઓની ઉપાસના એટલે સેવા શુશ્રષા કરવી તે; આ બધું કેવળ ચેતન્ય જ છે એવી મનમાં નિત્યપ્રતિ દઢ ભાવના રાખવી તે આંતરશૌચ તથા માટી, છાણ વગેરે લગાડી શરીરને સાફ કરવું તે બાહ્ય શૌચ; રથયું એટલે સ્વસ્વરૂપમાં જ સ્થિરતા રહેવી તે; અંતઃકરણમાં સારી રીતે આત્માનો નિગ્રહ રાખવો એટલે આ બધું આત્મસ્વરૂપ જ છે એવો નિગ્રહ રાખવો, આત્મા સિવાય અન્ય વૃત્તિને કદાપિ ઉથાન જ થવા ન દેવું તે આત્મવિનિગ્રહ; ઇકિયેના વિષયોમાં વૈરાગ્ય એટલે કે સર્વ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી નિવૃત્ત કરી આ સર્વ આત્મસ્વરૂપ છે એ ચેતના એક આત્મનિશ્ચયમાં જ જોડવી તેનું નામ જ ખરો ઇન્દ્રિય વૈરાગ; અહંકારથી રહિત બનવું તથા જગતને તમામ વ્યવહાર અર્થાત આ સર્વે દશ્યજાળ સંસાર, જન્મ, મૃત્યુ, જરા (વૃદ્ધાવસ્થા), વ્યાધિ ઇત્યાદિથી