________________
૩૪૮]
૪િ નં જ છો જ સુવિમાથા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧૪, '
આકાશમાં સંચાર કરનારા સિદ્ધ પુરુષોનાં દર્શન પણ થાય છે; એટલે કે કેવળ આકાશગમન કરવામાં આવે તો તે વડે આકાશમાંના સિદ્ધોનાં દર્શન થતાં નથી, પરંતુ સાથે સાથે આ સિદ્ધિની પ્રાપ્તિ થાય તેજ આકાશચારી સિદ્ધોનાં દર્શનનો લાભ મળે છે. રેચક પ્રાણાયામના અભ્યાસના બળ વડે મુખથી બહાર છે. બાર આંગળ પરિમાણને પ્રદેશમાં ચિરકાળ એટલે ઘણું લાંબા સમય સુધી જે પ્રાણુની સ્થિતિ રાખવામાં આવે તો પરકાયા પ્રવેશ થઈ શકે છે. શબ્દ, અર્થ અને જ્ઞાનના પરસ્પરના અભ્યાસને લીધે જ આ સંકર એટલે આત્મામાં ઇતર કોઈ છે એવી ભાવના હોવાનો ભાસ થાય છે, તેથી તે વિભાગમાં કુંડલિની સાથે એકરૂપ બની સંયમ કરવાથી સર્વ પ્રાણીમાત્રના મનનું પાન પ્રાપ્ત થાય છે. પૂર્વના સંસ્કારને (સંયમ) સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. બીજાના ચિત્તનો સંયમ કરવાથી બીજાના મનની વાતો જાણી શકાય છે તથા તેમના પૂર્વજન્માદિનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમ જ તેઓની કાયા૫માં સંયમ કરવાથી તેની ગ્રાહ્ય શક્તિ રતંભિત થવાને લીધે મંત્રના પ્રકાશને સંબંધ લુપ્ત થવાથી અંતર્ધાન પણ થઈ શકાય છે.
પરાર્ધ સિદ્ધિઓ કર્મ બે પ્રકારનું છેઃ () સેપક્રમ: જેનો સમાવેશ પ્રારબ્ધમાં થતો હોવાથી તે ચાલુ ભેગવવાનું હોય છે તથા (૨) નિરૂપકમ; જેનો સમાવેશ સંચિતમાં થતો હોવાથી તે ભવિષ્યમાં ભેગવવાનું હોય છે. તે બંનેમાં સંયમ થવાથી કયાં અરિથી મૃત્યુ થવાનું છે તેનું જ્ઞાન થાય છે. મિત્રીમાં સંયમ થવાથી બળની પ્રાપ્તિ થાય છે. બળમાં સંયમ કરવાથી હાથિઓનું બળ પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષ્મતી પ્રવૃત્તિ અર્થાત જ્યોતિમાં સંયમ કરવાથી મૃમ એટલે અદશ્ય અર્થાત જે સર્વ સામાન્ય લોકોના જોવામાં આવતી નથી તેવી વ્યવધાનવાળી બાબતો જોઈ શકાય છે, એટલે કે ભૂમિની અંદર ખાણ, પાણી કેટલું ઊંડું છે તે, ભીંતમાં છુપાવેલ વસ્તુ અથવા શરીરની અંદર જે કાંઈ છે તે તથા ગમે તેટલે દૂર હોય તે બધું બેઠેલી બેઠકે જ જોઈ શકાય તેવી શક્તિ પ્રાપ્ત થાય છે. સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન, ચંદ્રમાં સંયમ કરવાથી તારાઓનું જ્ઞાન, શ્રવમાં સંયમ કરવાથી તારાની ગતિનું જ્ઞાન અને નાભિચક્રમાં સંયમ કરવાથી શરીરની તમામ રચનાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, કંઠકૂપ એટલે કંઠમાં કૂવાના આકાર જેવો જે ખાડાવાળા ભાગ છે. તેમાં સંયમ કરવાથી ભૂખ અને તૃષાની નિવૃત્તિ થાય છે. કૂર્મ નાડીમાં સંયમ કરવાથી પહાડના જેવી અચળ સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને મૂર્ખજ્યોતિમાં સંયમ કરવાથી આકાશગામી સિદ્ધોનાં દર્શન થવારૂપ સિદ્ધિ સંબંધે તે ઉપર કહેવામાં આવેલું છે. હૃદયમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે અને પ્રતિભજ્ઞાનમાં સંયમ થવાથી સર્વ થઈ શકાય છે. આ પ્રતિમઝાન કેઈ પણ ક્રિયા વગર અનાયસે જ સુરણ થતું રહે છે. સત્ત્વ એટલે પ્રકૃતિ કિવા બુદ્ધિ તથા પુરુષ વાસ્તવિક રીતે અત્યંત ભિન્ન છે. અવ્યક્ત કિવા બુદ્ધિના સુખદુઃખાદિ પરિણામે પુરુષમાં પ્રતિબિંબિત થવાને લીધે તે પુરુષ પોતાને સુખદુ:ખાદિથી અભેદ સમજે છે, એટલે તે પિતાના જ ભેગો છે એમ માની લે છે. પ્રકૃતિ કિંવા બુદ્ધિની અવસ્થાને પરાર્થસિદ્ધિ કહેવામાં આવે છે. એનાથી ભિન્ન અન્ય ચિત્રતિબિંબને રવાર્થ એવી સંજ્ઞા છે ભગવાન કહે છેઃ હે અર્જુન ! અત્યાર સુધી તને બુદ્ધિની પરાર્થવૃત્તિની સિદ્ધિઓ સંબંધમાં કહેવામાં આવ્યું છે, હવે બુદ્ધિની બીજી જે સ્વાર્થ અવસ્થા તેમાં સંયમ કરવાથી થતી સિદ્ધિઓનું વર્ણન કહું છું, જેનું અંતિમ ફળ આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ એકમેવ છે.
સ્વાર્થ તથા પરાર્થે સર્વ સિદ્ધિઓ અને નિષ્ફળ જ છે. આ સ્વાર્થસંયમનું મુખ્ય ફળ તે પુરુષ પ્રકૃતિનો વિવેક થઈ પુરુષ એટલે આત્માનું યથાર્થ જ્ઞાન થવું એ જ એક છે, પરંતુ જ્યાં સુધી તેવું જ્ઞાન ઉત્પન્ન થયેલું હોતું નથી ત્યાંસુધીને માટે [૧] પ્રતિભા
* પાતંજગિશાસ્ત્રકારે એ સત્વ શબ્દ પ્રકૃતિ, અવ્યકત કિંવા બુદ્ધિ એવા અર્થમાં વાપરે છે