SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદેહન] હે યમ! આ બાબતમાં ખરેખર દેવે પશુ જો સંશય કરે છે, અને– (૩૪૩ હોય તે સર્વ નાશ પામે છે. શરીરમાં એક નાડીઓ મુખ્ય ગણાય છે અને બાકીની બીજી નાડીઓ સામન્ય ગણાય છે. સામાન્ય નાડીઓમાં કફ, વાત, પિત્તાદ દોષો વધી જવાથી તેમાં અનરસ પહોંચાડનારી પ્રાણશક્તિનો વ્યાપાર જે તદ્દન બંધ પડી જાય તે તે થકી શરીરમાં સાધારણ રોગની ઉત્પત્તિ થાય છે તથા મુખ્ય નાડીઓને વ્યાપાર જે બંધ પડી જાય તો મોટા રોગો ઉત્પન્ન થવા પામે છે. સાચી સિદ્ધિ કઈ? શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન! હું તને આ યોગમાર્ગ કિવા પ્રાણ પાસના સંબંધે જે આ બધું વિવેચન કરી રહ્યો છું, તેનું કારણ ફક્ત એટલું જ છે કે, પ્રાણાયામના અભ્યાસ વડે એક તો શરીર નીરોગી બને છે તથા અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવહારમાં બધા લોકે આ સિદ્ધિ માટે જ અહોનિશ ધડપડ કરે છે, સ્વપ્નતુલ્ય એવી એ તમામ સિદ્ધિઓ અંતે તો નિરર્થક જ નીવડે છે, આત્મસિદ્ધિ વિના બીજી કોઈ પણ સિદ્ધિને વાસ્તવિક રીતે તે સિદ્ધિ કહી શકાય નહિ, પરંતુ તે તો કેવળ સિદ્ધિનો આભાસ માત્ર છે, મૂઢ લેકે જ તેવી સિદ્ધિની પાછળ પડે છે, બુદ્ધિમાને કદી પણ પડતા નથી. ઉદ્દેશ એ છે કે, કુંડલિનીનું ઉત્થાન થવાથી એક તે શરીરમાંના ઘણ વ્યાધિઓને નાશ થાય છે, તેમ જ તે સાથે અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. વ્યાધિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા કુંડલિનીનું ઉત્થાન થવાથી તેનું વ્યાધિનું) શમન કેવી રીતે થાય છે, તે સંબંધમાં શ્રીજ્ઞાનેશ્વર મહારાજનું સ્વાનુભવસિદ્ધ કથન સંક્ષેપમાં ઉપર (પૃષ્ઠ ૩૪૩ થી ૩૪૫ માં) આપવામાં આવેલું છે (આધિ વ્યાધિની ઉત્પત્તિ સંબંધે આગળ અધ્યાય ૧૭, લો૦ ૧૦ માં વિવેચન છે તે જુઓ). હવે સિદ્ધિઓ સંબંધે થોડો વિચાર કરીશું કુંડલિની તથા સિદ્ધિઓ જેમ સુગંધને આશ્રય ફૂલ હોય છે, તેમ લિંગશરીર નામથી ઓળખાતા જીવન પ્રાણ એવા નામથી એાળખાતી આ “કુંડલિની શક્તિ” જ સર્વના મુખ્ય આધારરૂપ છે. એ કુંડલિની શક્તિને પૂરક પ્રાણાયામના અભ્યાસ વડે કંઠકૂપથી નીચે રહેલી કૂર્મ નામની નાડીમાં લઈ જઈ તેમાં મનને *સંયમ કરીને બરાબર રાખવામાં આવે તે શરીરનું ભારેપણું તથા મેના જેવી સ્થિરતા પ્રાપ્ત થાય છે, તેને ગરિમા નામની સિદ્ધિ કહે છે. પ્રાણવાયુને જ્યારે પૂરક પ્રાણાયામથી પૂર્ણ થયેલા દેહની અંદર મૂલાધારથી માંડીને બ્રહ્મરંધ્ર પર્યત વાયુને ફેલાવી પ્રાણનિરોધથી થતી ગરમી તથા તેથી થતા શારીરિક અને માનસિક શ્રેમને સહન કરવાને એ કંડલિનીને જ્યારે ઊર્વભાગમાં લઈ જવામાં આવે છે, ત્યારે તે લાકડીને પેઠે લાંબી અને સર્પિણીની પેઠે ઉતાવળી થઈને લતાના જેવી કે મળ અને દેહમાં બંધાયેલી સર્વ નાડીઓને સાથે લઈ ઊર્વ ભાગમાં જાય છે. કવામાંથી ઊંચે ખેંચવામાં આવતા ચામડાનો કેશ પોતાની અંદર પાણીને જેમ ઊંચે લઈ જાય છે, તેમ નાડી દ્વારા અવકાશ વગરના પવનથી પણ પૂર્ણ અને હલકા થઈ ગયેલા આખા દેહને એ કુંડલિની સંયમના ધારણાભ્યાસ વડે એટલે શરીરમાનું આકાશતત્ત્વ તથા આ બહારનું આકાશતત્તવ તે બંનેને જે સંબંધ છે તેમાં અકય કરવાથી શરીર આકાશરૂપ બને છે, આને જ. આકાશની ધારણાથી આકાશરૂપ થવું એમ કહે છે. એ પ્રમાણે જેમાં જેમાં ધારણ કરવામાં આવે છે તે પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમ પાંચ મહાભતેના ઉપર વિજય મેળવી તેનો સંયમ કરવામાં આવે તો અમિાદિ આઠ સિદ્ધિઓ સહજ પ્રાપ્ત થાય છે. આ રીતે આકાશમાં સંયમ કરવાથી આકાશગમન નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. બીજી નાડીઓમાં નહિ જવા દેતાં ફક્ત સુષુણુમાં જ રેચક પ્રાણાયામ વડે પ્રાણુનો પ્રવાહ ચાલુ રાખી કુંડલિની શક્તિને જ્યારે મસ્તક અને કપાળની સંધિરૂપ કમાડની (કપાલભાતિની) બહાર બાર આંગળ જેટલા ભાગમાં રહેલી એટલે બ્રહ્મરંધ્રમાં એકરૂપ થવા નહિ દેતાં આજ્ઞાચક્રથી તે બ્રહ્મરંધ્ર પર્વતના ઉપરના ભાગમાં મૂર્ધતિમાં અર્થાત નાકની ઉપર અને કપાળની નીચે એટલે એ બેના સંધિ ભાગમાં કુંભકની સ્થિરતા થવાથી સ્વયંજતિનું દર્શન થાય છે. આ મૂર્ધતિમાં એક મુહૂર્ત પર્યત સંયમપૂર્વક સ્થિરતા કરવામાં આવે તો અચારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણે અંગેનું ભેગું થવું તેનું નામ સંયમ છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy