SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ; તે જ (ચિત ) આકાશમાં એક સ્ત્રી આકૃતિ પ્રકટ થઈ એમ તે ઇકે [ ૧૯૩ સંયમી મુનિની નિકા અને જાગતિ | સર્વ ભૂતે અર્થાત પ્રાણીમાત્રની જે રાત્રિ તેમાં સંયમ જાગે છે અને પ્રાણીમાત્રની જાગ્રતિ ત્યાં સંયમી મુનિ નિશા અર્થાત રાત્રિ દેખે છે, એટલે પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલો આ સર્વ પ્રાણીમાત્રને ભૂતસમુદાય અજ્ઞાનને લીધે કેવળ વિષય વાસનાઓના સેવનમાં જ રપ રહી નશાંધની જેમ ઘોર નિદ્રામાં જ સપડાયેલ હોય છે, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી હઠાવવાનો તેઓ સ્વપ્ન પણ કદી પ્રયત્ન કરતા નથી, પણ કેવળ ઇદ્રિયોના તાબામાં જ પૂર્ણ રીતે સપડાયેલા હોઈ એ ઇંદ્રિય તેઓને જ્યાં અને જેમ દરવે છે ત્યાં અને તેમ દેરાઈને ભટક્યા જ કરે છે. આ રીતે વિષયરૂપ નશાના ઘેનમાં સર્વ ભૂતે જ્યારે ચકચૂર બનેલાં હોય છે ત્યારે સંયમી એટલે સંયમ કરનારો એવી વિષયી સ્થિતિમાં હમેશ જાગ્રત હોય છે. અર્થાત્ જ્યારે જ્યારે ઇન્દ્રિયો અને તેના વિષયોનું અંતઃકરણમાં સ્કરણ થવા પામે કે તરત જ ત્યાં હંમેશાં જાગ્રત રહીને આ સર્વ આત્મસ્વરૂપ જ છે એ રીતે તેને તત્કાળ દાખીને આત્મસ્વરૂપ જ બનાવી દે છે. તાત્પર્ય કે, સંયમી અંતઃકરણમાં વિષયોને કદી પણ સ્મરણ થવા નહિ પામે તે સંબંધમાં પૂર્ણ જાગ્રત હોય છે, તથા સર્વ પ્રાણીઓ વિષયચિંતનપી નશાના ઘેનમાં નિમમ થઈ તેમાં જ અરાત્ર રચ્યાપચ્યા રહે છે; એટલે કે વિષયી લોકે વિષય સેવનમાં જ હમેશ જાગ્રત હેય છે ત્યાં આ સંયમી મુનિ કદી ભૂલથી પણ લક્ષ આપતો નથી, એટલે વિષયોના ચિંતનમાં તે હંમેશાં સુપ્તવત સ્થિતિમાં અથત ગાઢ નિદ્રા જેવી અવસ્થામાં જ સ્થિર રહે છે. आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यत । तत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥४०॥ વિણ શામાન્ય વસ્તુમાંસિ નિઃસ્થા निर्मो निरहङ्कारः स शान्तिमधिगच्छति ॥ ५ ॥ શાંતિને કેણ પામી શકે? જે પ્રમાણે સમુદ્રમાં ચારે બાજુએથી પાણીના ગમે તેટલા સમુદાયોને પ્રવેશ થવા પામે છતાં પોતે તે થકી કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અર્થાત ચોતરફથી તેમાં ગમે તેટલી નદીઓનાં પાણી મળે તે પણ તે પોતાની મર્યાદા છોડ્યા સિવાય આભન ભાવે અખંડ એકરૂપે જ હે છે, તેવી રીતે આત્મારામ પુરુષ એટલે કે આત્મસ્વરૂપમાં જ જેની બુદ્ધિ કાયમને માટે સ્થિર થયેલી હોય છે, તેવા પુરુષોમાં તમામ વિષયને સમાવેશ થઈ જાય છે, છતાં તે થકી તે કિંચિત્માત્ર પણ કરી ચલાયમાન થતું નથી. જેમ ગમે તેટલી નદીઓ સમુદ્રને મળતાં જ તેમાં અભિન્ન ભાવે એકરૂપ જ બની જાય છે તેમ તમામ વૃત્તિઓને કેવળ એક આત્મામાં જ લય કરનાર સ્થિર બની જાય છે અને તેવો પુરુષ જ શાંતિને પામે છે; નહિ કે મનમાં અનંત વિષયોની ઇચ્છાઓ ધારણ કરનારે. આ રીતે સર્વ વિષયોને કેવળ આત્મામાં જ અર્પણ કરી સર્વ પ્રકારની કામનાઓને છોડી દઈ ઈચ્છા, મમતા તથા અહંકાર રહિત અવસ્થામાં સ્થિત રહી વિહાર કરનાર પુરુષ જ શાંતિને પ્રાપ્ત કરી શુકે છે. एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुयति । स्थित्वाऽस्यामन्तकाळेऽपि नमनिर्वाणमध्छति ॥ ७२ ॥ બાહી સ્થિતિ મકિષ્ણ ભગવાન કહે છે કે તે પાર્થ! તે જે સ્થિતપ્રજ્ઞ અર્થાત જીવન્મુક્ત પુરુષના સંબંધમાં પ્રમ કર્યો તેને ઉત્તર આ પ્રમાણે સંક્ષેપમાં તને કહો. અખંડ બહાસ્વરૂપને પ્રાપ્ત થયેલા વિદ અથત I
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy